મોબાઇલ ભલે લઇ લીધો પણ સીમકાર્ડ આપી દે કહેતા યુવાન પર મિત્રોનો હૂમલો

28 September 2020 05:45 PM
Rajkot Saurashtra
  • મોબાઇલ ભલે લઇ લીધો પણ સીમકાર્ડ આપી દે કહેતા યુવાન પર મિત્રોનો હૂમલો

મશ્કરીમાં કિશનનો સિકંદરે મોબાઇલ ખેંચી લીધો માથે જતાં ધોકા વડે માર મારતાં માથામાં ઇજા

રાજકોટ તા.28
આજી વસાહતમાં ખોડીયારનગરમાં રહેતા કોળી યુવાનનો મિત્રએ મશ્કરીમાં મોબાઇલ ખેંચી લઇ માથામાં શરીરે ધોકા વડે માર મારતાં તેમને અત્રેની સિવિલમાં ખસેડાયો હતો. આ અંગે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા તજવીજ આદરી છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ખોડીયારનગરમાં રહેતા કિશનભાઇ દુધાભાઇ નંદાશીયા (કોળી) (ઉ.વ.24) નામનો યુવાન ઘર પાસે હતો.

ત્યારે મિત્ર સિકંદર આદમભાઇ સંધી તથા તેની સાથેના માણસોએ ધોકા વડે મારમારતા માથે તથા શરીરે ઇજા થતાં સારવારમાં ખસેડાયા હતા. કિશનભાઇએ જણાવ્યું હતું કે પોતે રીક્ષા ડ્રાઇવીંગનું કામ કરે છે. ઘર પાસે ઉભા હતા ત્યારે સિકંદરે મોબાઇલ લઇ લેતા તેને સીમકાર્ડ પાછુ આપી દેવાની વાત કરતા ઉશ્કેરાયને હુમલો કર્યો હતો.

અન્ય બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર નવાગામ-આણંદપરમાં રહેતા જગદીશભાઇ ચોથાભાઇ વાઘાણી (ઉ.વ.32) નામનાં યુવાનને જુના ઝઘડાનો ખાર રાખી અશોક તથા તેની સાથેના માણસોએ ધોકા વડે માર માર્યો હતો. જગદીશભાઇ મજુરી કામ કરે છે.


Related News

Loading...
Advertisement