સ્કુલ ફી મામલે કાલે રાજ્ય સરકાર અને વાલી મહામંડળ વચ્ચે બેઠક

28 September 2020 05:40 PM
Rajkot Saurashtra
  • સ્કુલ ફી મામલે કાલે રાજ્ય સરકાર અને વાલી મહામંડળ વચ્ચે બેઠક

શાળા સંચાલક મહામંડળની રપ ટકા ફી ઘટાડાની સંમતિ

રાજકોટ, તા. ર8
સ્કુલ ફીના મુદ્દે સ્વતંત્ર રીતે નિર્ણય લેવા માટે ગુજરાત હાઇકોર્ટ રાજ્ય સરકારને કરેલા આદેશ પછી પણ સરકાર દ્વારા હજુ કોઇ નિર્ણય જાહેર કરાયેલ નથી. જેના પગલે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં દ્વિધાભરી સ્થિતિનું નિર્માણ થવા પામેલ છે.

સ્કુલ ફીના મામલે હવે આવતીકાલે તા. ર9ને બપોરના 1ર કલાકે ગાંધીનગર ખાતે રાજ્ય સરકાર અને વાલી મહામંડળ વચ્ચે તાકીદની બેઠક આયોજીત કરવામાં આવેલ છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે અગાઉ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રાજ્યના શાળા સંચાલક મહામંડળ સાથે બેઠક યોજવામાં આવેલ હતી જેમાં રપ ટકા ફી ઘટાડા માટે શાળા સંચાલક મહામંડળ દ્વારા સહમતી આપી દેવામાં આવેલ હતા.

પરંતુ રપ ટકા ફી ઘટાડો વાલી મહામંડળે નામંજૂર કર્યો હોય આવતીકાલે તા. ર9ના બપોરના 1ર વાગ્યે ગાંધીનગર ખાતે વાલી મહામંડળ અને રાજ્ય સરકાર વચ્ચે ખાસ બેઠક યોજવામાં આવેલ છે.


Related News

Loading...
Advertisement