ગાંધીનગરમાં કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસની રાજભવન કૂચ : પોલીસ અટકાયત

28 September 2020 04:51 PM
Ahmedabad Gujarat
  • ગાંધીનગરમાં કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસની રાજભવન કૂચ : પોલીસ અટકાયત
  • ગાંધીનગરમાં કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસની રાજભવન કૂચ : પોલીસ અટકાયત
  • ગાંધીનગરમાં કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસની રાજભવન કૂચ : પોલીસ અટકાયત

સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં ડો.આંબેડકરની પ્રતિમા પાસેથી કોંગ્રેસની રેલી શરૂ : ભાજપ સરકાર પર આકરા પ્રહારો : રેલીમાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનો જોડાયા : કૃષિ બીલ કાયદાનો ઉગ્ર વિરોધ : તમામને પોલીસે રસ્તામાં અટકાવ્યા

ગાંધીનગર તા.28
આજે પાટનગર ગાંધીનગરમાં કૃષિ કાયદાના ના વિરોધમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ની ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી રાજભવન કૂચ કરતા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધાણાની સહિત કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સંસદમાં પસાર કરેલા કૃષિ બિલનો વિરોધ કરવા માટે ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન અને દેખાવો આયોજિત કરવામાં આવ્યા હતા કોંગ્રેસે કરેલા આયોજન પગલે સચિવાલય અને વિધાનસભા નો માર્ગ (ચરોડ) સવારથી જ પોલીસ છાવણીમાં તબદીલ કરવામાં આવ્યો હતો આજે સવારે 10:30 કલાકે કોંગ્રેસ દ્વારા ભારત સરકારના કૃષિ બિલનો વિરોધ દેખાવ શરૂ કર્યા હતા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન માં આવેલી ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી કોંગ્રેસના કાર્યકરોએ ખેડૂતોની જળસી સાથે વિરોધ શરૂ કર્યા હતા અને સમગ્ર મામલે રાજભવન તરફ કૂચ કરી હતી જો કે પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વિના કોંગ્રેસ દ્વારા આયોજીત કરવામાં આવેલી આ રેલીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.જેમાં પ્રદેશ પ્રમુખ અમીતભાઈ ચાવડા વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણી કોંગ્રેસના ધારાસભ્યો અને હોદ્દેદારો તેમજ કાર્યકરો સહિત 200 થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી હતી અને રાજભવન કૂચ કરતા અટકાવ્યા હતા.

આ તબક્કે વિપક્ષીનેતા પરેશ ધાનાણીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભાજપ સરકાર ખેડૂતોને આ બિલ પસાર કરીને મજુર બનાવવાનું ષડયંત્ર કરે છે એટલું જ નહીં સંસદમાં લાગેલા આ બીલના કારણે જે ખેડૂત નથી તે જમીન ખરીદી લેશે અને ઉદ્યોગપતિઓ માટે બનેલી આ સરકાર ખેડૂતોની મહામૂલી જમીન ખરીદવા માટે અને કિસાનોને પાયમાલ કરવા માટે મોકલો મારા દિલ થી કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે સરકારના આ નિર્ણયથી આવનાર દિવસોમાં એમ એસ પી ખતમ થઇ જશે કારણકે આજે પણ દેશના જીડીપીમાં ખેડૂતનું મહત્વ યોગદાન રહ્યું છે ત્યારે ભારત સરકારે કરેલા આ નિર્ણયથી ગામના ગરીબ અને નાના ખેડૂત પાયમાલ થઈ જશે.

એટલું જ નહિ ખેડૂતો પોતાની કૃષિપેદાશો ક્યાં રહેશે તે પણ એક પ્રશ્ન સર્જાયો હોવાનો દાવો કર્યો હતો તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર નિશાન તાકતા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ગુજરાત માં મુખ્યમંત્રી પછી દેશના વડાપ્રધાન બનેલા નરેન્દ્ર ભાઈ મોદી નો ટ્રેક રેકોર્ડ ચેક કરવો જોઈએ કારણકે નરેન્દ્ર મોદી અને મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ સરકારની તિજોરી લૂંટી રહ્યા નો આક્ષેપ વિપક્ષી નેતાએ કર્યો હતો અને જણાવ્યું હતું કે ભાજપની કરણી અને કથની અલગ હોય છે અને એટલે જ ખેડૂત વિરોધી કાળા કાયદાનો કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હોવાનો સ્વીકાર કર્યો હતો આ તબક્કે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમીતભાઈ ચાવડા એ પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે આ બિલ થી ખેડૂતો ને કોઈ ફાયદો નથી. ત્યારે ભાજપ સરકાર કૃષિ બિલ લાવી ને ખેડૂત રાજ ખતમ કરવા માંગે છે.જેનાથી આવનાર દિવસોમાં ખેડુતો પાયમાલ થઈ જશે. કારણ કે ખેડુતો ને આ બિલ ના કારણે એમએસપી ભાવ નહીં મળે અને એટલે જ આ બિલ ખેડૂત વિરોધી છે. ત્યારે ભાજપ સરકાર કંપની રાજ લાવવા માંગતી હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે કોંગ્રેસ દ્વારા આ મુદ્દે લડત શરૂ રહેશે.

ગાંધીનગરમાં મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સહિતના મહિલાઓને પોલીસે અટકાવ્યા
વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા સહિતના નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસના વિરોધ પ્રદર્શનના પગલે સમગ્ર ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હોવાથી બહારગામથી આવતા ખેડૂત આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરોને ગા:ધીનગર પહોંચતા પોલીસ દ્વારા અટકાવી પરત મોકલાયા હતા.

કોંગ્રેસ દ્વારા રેલીની મંજૂરી મેળવી નહી હોવાથી અટકાયત : પોલીસ અધિક્ષક મયુર ચાવડા
ગાંધીનગર ખાતે કોંગ્રેસ દ્વારા કૃષિ બિલના વિરોધની દેખાવમાં રાજ ભવન કૂચ કરતા કોંગી નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી જો કે આજે સાંજે 4:30કલાકે વિપક્ષી નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમીતભાઈ ચાવડા ની આગેવાનીમાં કોંગ્રેસનું ડેલિગેશન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને રૂબરૂ મળશે અને ગુજરાત ની વર્તમાન સ્થિતિનો ચિતાર રજૂ કરશે. કોંગ્રેસના આગેવાનોની અટકાયત અંગે ગાંધીનગર ના પોલીસ અધિક્ષક મયુર ચાવડા એ સાંજ સમાચાર સાથે ની વાતચીતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા જેવી કાઢવામાં આવી છે તે સમગ્ર વિસ્તાર પ્રતિબંધિત જાહેર થયેલો છે. એટલું જ નહીં કોંગ્રેસ દ્વારા આજે રેલી માટેની અગાઉ થી કોઈપણ પ્રકારની મંજૂરી માંગવામાં આવી ન હતી. એટલે પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વિના કોંગ્રેસે આજે રેલી કાઢી હતી જેમાં તમામની અટકાયત કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તે ગાંધીનગર પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement