આજથી અડધા અમદાવાદમાં ફરી રાત્રી લોકડાઉન..

28 September 2020 03:35 PM
Ahmedabad Gujarat
  • આજથી અડધા અમદાવાદમાં ફરી રાત્રી લોકડાઉન..
  • આજથી અડધા અમદાવાદમાં ફરી રાત્રી લોકડાઉન..
  • આજથી અડધા અમદાવાદમાં ફરી રાત્રી લોકડાઉન..
  • આજથી અડધા અમદાવાદમાં ફરી રાત્રી લોકડાઉન..

મહાનગરમાં 63 દિવસ બાદ કોરોના કેસ ફરી રાજયમાં ટોચ પર ગયા: અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાની જાહેરાત: મહાનગરમાં રાત્રીના સમયે સોશ્યલ ડીસ્ટન્સના ભંગની વ્યાપક ઘટનાઓથી સંક્રમણ વધવાનો ભય વ્યક્ત: લોકો સ્વૈચ્છીક પાલન કરતા નથી: ફકત દવાની દુકાનો જ ખુલી રાખવા મંજુરી

રાજકોટ: ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસ અને ખાસ કરીને અમદાવાદમાં એક સમયે કોરોના કાબુમાં આવી ગયો હોવાના સંકેત બાદ 63 દિવસ સુધી અમદાવાદમાં રાજયના અન્ય મહાનગરો કરતા ઓછા સંક્રમીત કેસો આવ્યા બાદ ગઈકાલથી ફરીથી કોરોના સંક્રમણમાં રાજયમાં સૌથી વધુ 187 કેસ નોંધાતા રાજય સરકાર હરકતમાં આવી ગઈ છે અને જે વિસ્તારોમાં પોઝીટીવ કેસ મળ્યા છે તેના સહિત અડધા અમદાવાદમાં આજે રાત્રીથી ફરી રાત્રીનું લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે.

અમદાવાદમાં કોરોના સંક્રમણ સમયે ખાસ ફરજ પર મુકાયેલા એડી. ચીફ સેક્રેટરી રાજીવકુમાર ગુપ્તાએ આજે એક જાહેરાતમાં જણાવ્યું હતું કે રાજય સરકારની તમામ તકેદારી અને સાવધાની માટેની સલાહ અને માર્ગદર્શન છતાં પણ મહાનગરના અનેક વિસ્તારોમાં લોકો માસ્ક વગર ફરતા રહે છે. સોશ્યલ ડીસ્ટન્સનું પાલન જરાપણ થતું નથી અને ખાસ કરીને રાત્રીના સમયે મહાનગરના ચોકકસ વિસ્તારેમાં જીવન વર્ગના ચહલ પહલ બિન્દાસ બની રહી છે અને ખાવાપીવાના સ્થળો તથા અન્ય સ્થળો પર મોટા પ્રમાણમાં એકત્ર થાય છે.

જે સંક્રમણનું જોખમ વધારે છે. ખાસ કરીને યુવાનો પોતે તેમના કુટુંબના વૃદ્ધ માતા-પિતા અને અન્ય સભ્યો પર જોખમ વધારી રહ્યા છે જે સ્થિતિમાં પોઝીટીવ કેસ વધ્યા છે અને કમનસીબીથી મૃત્યુ પણ નોંધાયા છે. જયાં આજે સાબરમતી રીવરફ્રન્ટમાં યોજાનારી બેઠકમાં હવે મહાનગરના અનેક વિસ્તારોમાં આજથી રાત્રીના 10 વાગ્યા બાદ બજારો-દુકાનો બંધ રહેશે અને ફકત દવાની દુકાનો જ ખુલ્લી રાખી શકાશે. જો કે દિવસ દરમ્યાન બજારો-દુકાનો ખોલી શકાશે.

ગુપ્તાએ બે દિવસ પુર્વેજ મહાનગરના અનેક વિસ્તારોમાં જે રીતે રાત્રીના લોકોના ટોળા એકત્ર થઈ રહ્યા છે અને સોશ્યલ ડિસ્ટન્સ વિ.નું પાલન થતું નથી. તેની તસ્વીરો પણ જારી કરીને લોકોને સાવધ રહેવા અપીલ કરી હતી. પણ તેનાથી પરિસ્થિતિમાં કોઈ સુધારો નહી નોંધાતા અંતે રાત્રી લોકડાઉન લાદવામાં આવ્યું છે. આમ રાજયમાં ફરી આંશિક લોકડાઉનના પગરણ શરુ થયા છે અને આગામી દિવસોમાં ચિંતા વધારશે તે નિશ્ચિત છે.

પ્રહલાદનગર રોડ, કર્ણાવતી કલબ રોડ, પ્રહલાદનગર કોર્પોરેટ રોડ, ગાર્ડનથી પેલેડીયમ સર્કલ સુધી
બુટભવાની મંદિરથી આનંદનગર રોડ, એસ.જી. હાઇવે, ઇસ્કોન ક્રોસ રોડથી શપથ ચાર અને પાંચ સર્વિસ રોડ, સિંધુભવન રોડ, બોપલ આંબલી રોડ, ઇસ્કોનથી બોપલ આંબલી રોડ, ઇસ્કોન આંબલી રોડથી હેબતપુર રોડ વચ્ચેનો વિસ્તાર, સાયન્સ સીટી રોડ, સીલજ સર્કલથી સાયન્સ સર્કલ સુધી ર00 ફુટના એસ.પી. રીંગ રોડ ઉપર, આંબલી સર્કલથી વૈશ્ર્નવ દેવી સર્કલ સુધી 200 ફુટના એસ.પી. રીંગ રોડ પર, સી.જી. રોડ, લો ગાર્ડન(હેપ્પી સ્ટ્રીટ, મ્યુનિ. માર્કેટ), વસ્ત્રાપુર તળાવના ફરતે, માનસી સર્કલથી ડ્રાઇવ-ઇન રોડ, ડ્રાઇવ-ઇન રોડ, ઓનેસથી શ્યામલ ક્રોસ રોડ(પ્રહલાદનગર 100 ફુટ રોડ)

શ્યામલ બ્રીજથી જીવરાજ ક્રોસ રોડ, બળીયાદેવથી જીવરાજ ક્રોસ રોડ, આઇઆઇએમ રોડ, શિવરંજનીથી જોધપુર ક્રોસ રોડ, રોયલ અકબર ટાવર પાસે, સોનલ સિનેમા રોડથી અંબર ટાવરથી વિશાલા સર્કલ, સરખેજ રોઝા-કેડીલા સર્કલ-ઉજાલા સર્કલ, સાણંદ ક્રોસ રોડ-શાંતિપુરા ક્રોસ રોડ

અમદાવાદ બાદ અન્ય મહાનગરો પર પણ રાજય સરકારની ‘ચાપતી’ નજર
નાઈટ લાઈફની સ્થિતિની ચિંતા: સંક્રમણને આગળ વધતું રોકવા કોઈપણ પગલા શકય
ગુજરાતમાં લાંબા લોકડાઉન બાદ જનજીવન ફરી ધબકતુ થઈ રહ્યું હતું અને રોજગારી વધવા લાગી હતી તે સમયે લોકોની માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સની બેદરકારી જે રીતે પોઝીટીવ કેસ વધી રહ્યા છે. તેનાથી અમદાવાદમાં રાત્રી લોકડાઉન લાદવાની સરકારને ફરજ પડી છે અને સરકાર જયાં જયાં કોરોના કેસ વધી રહ્યા છે અને વાયરસ પ્રોટોકોલનું પાલન થતું નથી તે મહાનગર તથા શહેરો પર પણ ચાપતી નજર રાખી રહી છે અને અન્ય શહેરોમાં પણ આ પ્રકારના લોકડાઉનની શકયતા નકારાતી નથી.

ગુજરાતમાં એક તરફ તહેવારોની મૌસમ આવી રહી છે અને રોજગારી વિ.ના કારણે લોકોની અવરજવર પણ વધી છે. ટ્રાન્સપોર્ટેશન પણ તબકકાવાર શરૂ થયુ છે. તે વચ્ચે જે સ્થિતિ બની રહી છે તે સરકાર માટે ચિંતા છે અને તેની અહી પણ કેટલાક પ્રતિબંધાત્મક આદેશો આવી શકે છે.

આ દ્રશ્યો અમદાવાદમાં બહુ સામાન્ય બની ગયા હતા
અમદાવાદમાં કોરોના સંક્રમણનો સર્વોચ્ચ તબકકો, હજારો પોઝીટીવ અને મૃત્યુની ઉંચી સંખ્યા આ બહું આ મહાનગર બહું સહેલાઈથી ભુલી ગયું હોય તેમ છેલ્લા કેટલાક દિવસથી જે રીતે ખાસ કરીને બજારો ખાણીપીણીના સ્થળો અને સોસાયટીના ચૌરાહા પર સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કની ચિંતા કર્યા બાદ લોકો એકત્ર થઈ રહ્યા હતા.

ખાસ કરીને યુવાઓને કોરોના સ્પર્શ કરતો ન હોય તેવા બિન્દાસ બની ગયા તેથી સંક્રમણમાં ફરી વધારો થયો અને ફરી હવે નાઈટ-કર્ફયુ જેવું લોકડાઉન આવી ગયું છે. રાત્રીના આ દ્રશ્યો બંધ થાય. કોરોનાનું સંક્રમણ ઘટે તેથી રાજય સરકારને તે ફરજ પડી છે.


Related News

Loading...
Advertisement