તબલીગી નહી વિદેશથી આવેલા ટ્રાવેલર્સ એ જ ગુજરાત સહિતના રાજયોમાં કોરોના સંક્રમણ ફેલાવ્યું

28 September 2020 11:10 AM
Gujarat India
  • તબલીગી નહી વિદેશથી આવેલા ટ્રાવેલર્સ એ જ ગુજરાત સહિતના રાજયોમાં કોરોના સંક્રમણ ફેલાવ્યું

દુબઈ-બ્રિટનથી આવેલા ભારતીયો સૌથી મોટા વાયરસ વાહક: જાન્યુ-માર્ચ વચ્ચે 15 લાખ પ્રવાસીઓ આવ્યા: વિશ્વમાં કોરોના હતો પણ ભારત નિમીત બની રહ્યું હતું: અભ્યાસ: તા.27 માર્ચના કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિદેશથી આવેલા તમામને ટ્રેક કરવા જણાવ્યું પણ અમલ ન થયો

નવી દિલ્હી: દેશમાં તા.18 જાન્યુ.થી 23 માર્ચ વચ્ચે પહોંચેલા 15 લાખ વિમાની પ્રવાસીઓ કોઈ કોરોના ચેકીંગ વગર જ દેશમાં ઘૂસી ગયા હતા અને તેઓ કોરોના સંક્રમણનો સૌથી મોટા ‘વાહક’ બની ગયા છે. દેશના ગૃહ સચિવ રાજીવ ગબ્લાએ તા.27 માર્ચના તમામ રાજયોના મુખ્ય સચિવોને એક પત્ર લખી તેમના રાજયમાં જે વિદેશી પ્રવાસીઓ આવ્યા તેને ટ્રેસ કરીને કોરોના ચેક કરવા ભલામણ કરી હતી અને તે સમયે ગૃહ સચિવે ભય વ્યક્તિ કર્યો કે આ પ્રવાસીઓ દેશમાં કોરોનાના સંક્રમણને ફેલાવવાના મોટા વાહક બની શકે છે.

આજે દેશ જયારે કોરોનાની સૌથી વધુ પીડામાંથી પસાર થઈ રહ્યો છે તે સમયે ગૃહ સચિવની સુચનાનું ગુજરાત સહિતના રાજયોએ પાલન ન કર્યુ તેના કારણે હજારો લોકો ઘુસી ગયા છે. ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના એક રીસર્ચ જે જર્નલ ઓફ ટ્રાવેલ એડીસનમાં પ્રસિદ્ધ થયા છે તેમાં જણાવ્યું કે બ્રિટન-દુબઈથી આવેલા પ્રવાસીઓ દેશમાં કોરોના સંક્રમણ માટે મોટા ‘વાહક’ બની ગયા હતા.

ખાસ કરીને ગુજરાત-રાજસ્થાન-મહારાષ્ટ્ર-કેરાળા-જમ્મુ અને કાશ્મીર તથા કર્ણાટકમાં જે લોકલ ઈન્ફેકશન થયું તેમાં આ વિદેશથી આવેલા લોકોની ભૂમિકા મહત્વની બની રહી છે અને તેમાં કેટલાક પ્રવાસીઓ એકથી વધુ રાજયમાં સંક્રમણ ફેલાવામાં નિમીત બન્યા હતા.

ગુજરાતમાં કોરોના સંક્રમણ માટે તબલીગી જમાતને દોષ દેવામાં આવતો હતો પણ આ અભ્યાસમાં સાચું કારણ બહાર આવી ગયું છે. સરકારે આ પ્રવાસીઓના વિમાની મથક પર ટેસ્ટ અને બાદમાં તેમના ડ્રેસીંગની કોઈ વ્યવસ્થા જ ગોઠવી ન હતી પણ આઈટીઆઈએ આ પ્રકારે કોરોના સંક્રમણના મૂળ ટ્રેસ કરવા પ્રયત્ન કર્યો હતો.
દેશમાં કોરોનાના જે પ્રથમ તબકકો હતો અને તેથી થોડા જ કેસ હોવાથી તેને ટ્રેસ કરવામાં સફળતા મળી હતી. જેમાં આ ‘વિદેશી મૂળ’ મળી આવ્યું હતું.

જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં આંતરરાષ્ટ્રીય ફલાઈટમાં જે પ્રવાસીઓ ભારત આવ્યા તે બાદ નો ડેટા બનાવાયો જેમાં જણાવ્યું કે દુબઈથી 144 અને બ્રિટનથી આવેલા 64 લોકોને પુરી રીતે ટ્રેસ કરાયા હતા. અન્ય પ્રવાસીઓને પણ ટ્રેસ થયા પણ જાણવા મળ્યું કે દુબઈ અને બ્રિટનથી આવેલા પ્રવાસીઓ ઈન્ફેકશનને ફેલાવાનું મુખ્ય કારણ બની ગયા હતા.

જો વિશ્વમાં કોરોના સંક્રમણ ફેલાયું. તેથી ભારત જે માર્ચ ના અંતમાં પ્રવાસ નિયંત્રણો લદાયા પણ જો જાન્યુઆરીમાંજ જયારે અમેરિકા-ઈટલી-બ્રિટન વિ.માં કોરોના ફેલાવવા લાગ્યો હતો. તેનાથી બોધપાઠ લેવાયો હોત તો કદાચ પરિસ્થિતિ જુદી જ હોત તેવું તારણ છે.


Related News

Loading...
Advertisement