વિશ્વભરમાં નરેન્દ્ર મોદી અને વિરાટ કોહલી સૌથી લોકપ્રિય અને પ્રશંસનીય લોકોની યાદીમાં

26 September 2020 06:47 PM
India Sports
  • વિશ્વભરમાં નરેન્દ્ર મોદી અને વિરાટ કોહલી સૌથી લોકપ્રિય અને પ્રશંસનીય લોકોની યાદીમાં

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલીને દુનિયામાં એક વિશિષ્ટ સ્થાન મળ્યું છે. વિશ્ર્વમાં સૌથી પ્રશંસનીય લોકો (મોસ્ટ એડમાયર્ડ) લોકોની યાદી બનાવાઈ છે તેમાં પ્રથમ 20માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિરાટ કોહલી અને અમિતાભ બચ્ચન તથા શાહરુખ ખાનનો સમાવેશ થાય છે. યુગોવ નામની એક વેબ સર્વિસ દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ 20માં મોદી અને વિરાટ કોહલી છે.આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નંબર ચાર પર, અને વિરાટ કોહલી નંબર 16 પર છે. પરંતુ તેનાથી આગળ નંબર 14 પર અમિતાભ બચ્ચન છે અને શાહરુખ ખાન નંબર 17 પર છે. સૌથી પ્રથમ ક્રમે અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામા છે જ્યારે આ યાદીમાં બીલ ગેટ્સ નંબર ટુ, ચીનના રાષ્ટ્રપતિ જિન પિંગ નંબર ત્રણ પર, મોદી પછી પાંચમાં નંબરે અભિનેતી જેકી ચાંગનો સમાવેશ થાય છે. છઠ્ઠા નંબરે ફૂટબોલ સ્ટોર રોનાલ્ડો, સાતમા નંબરે અલીબાબાના જેક મા, 8મા નંબરે ધર્મગુરુ દલાઈ લામા, નવમા નંબર પર ટેસ્લાના એલન મસ્ક અને 10મા નંબર પર અભિનેતા કીન રીવ છે.


Related News

Loading...
Advertisement