નાના જથ્થામાં નશીલા પદાર્થોનો ગુનો જામીનપાત્ર છે: નિષ્ણાંતોનો મત

26 September 2020 06:40 PM
Entertainment India
  • નાના જથ્થામાં નશીલા પદાર્થોનો ગુનો જામીનપાત્ર છે: નિષ્ણાંતોનો મત

રિયા ચક્રવર્તી સહિત બે ડઝન લોકોની ધરપકડ બાદ નાર્કોટીકસ એકટ ચર્ચામાં

નવી દિલ્હી તા.26
પ્રતિબંધીત નશીલા પદાર્થોના જથ્થાના આધારે જેલ અને બેઈલ નકકી કરવા અદાલતોને સ્વતંત્રતા આપતા કાયદાકીય સુધારાના બે દસકા બાદ કાનૂની નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે નશીલા પદાર્થની માત્રા નાની હોય તો વ્યક્તિને ગેરકાયદે વેપારને ફાઈનાન્સ કરવાના આરોપસર બિનજમીનપાત્ર ગુનો ગણાશે. ડ્રગના કાયદાને ખેંચવા બરાબર છે.

સુશાંતસિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સહિત બે ડઝન વ્યક્તિની નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરો (એનસીપી) એ ધરપકડ કરી એથી ભાગ્યે જ ચર્ચાયેલા ડ્રગ્સ એન્ડ સાયકોડ્રોપિક એનડીપીએસ એકટમાં બે સુધારાઓ પ્રકાશમાં આવ્યા છે. 50 વર્ષથી એનડીપીએસ કેસો લડી રહેલા શ્યામ કેશવાનીના મતે નાના જથ્થાને સાંકળતા ગુનામાં જમીન અવશ્ય મળે છે. જથ્થો નામ માત્રનો હોઈ ત્યારે અપરાધ જામીનપાત્ર છે એવા બોમ્બે અને દિલ્હી હાઈકોર્ટના ચૂકાદા છે.

પરંતુ ગંભીર અપરાધમાં એનડીપીએસ એકટની જોગવાઈનો ઉપયોગ કરવામાં આવ્યો હોય ત્યારે બન્ને પક્ષને સાંભળી અદાલતે માનવું પડે કે આરોપી ગુનેગાર નથી અને છોડી મુકયા પછી ફરીવાર અપરાધ નહીં કરે. 10-20 વર્ષની જેલ સજા ધરાવતી કલમ 27એ નીચે ગેરકાયદે ટ્રાફીક અને સંગ્રહ માટે જામીન મુશ્કેલ બને છે. જો કે આ કલમ નીચે જથ્થાનો કોઈ ઉલ્લેખ નથી. ભારત યુએનની સંધિનું સભ્ય બન્યું ત્યારે 1999માં આ કાયદો ઘડાયો હતો.

કેશવાનીના મત મુજબ કલમ 27એનો હેતુ નોંધપાત્ર વ્યાપારીક જથ્થા અથવા મોટી અને આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલ સામે સંકળાયેલા કેસો માટે છે. નાના જથ્થામાં હેરાફેરી કરતા પેડલરો માટે આવી કડક શિક્ષાનો કાયદાનો ઈરાદો નથી. ડ્રગની ખરીદી ફાઈનાન્સીંગનો કેસ બનતો નથી.


Related News

Loading...
Advertisement