ફેસબુકમાં ચેલેન્જ ટ્રેન્ડ : ફોટા હટાવવા સાયબર સેલની અપીલ

26 September 2020 06:37 PM
Rajkot
  • ફેસબુકમાં ચેલેન્જ ટ્રેન્ડ : ફોટા હટાવવા સાયબર સેલની અપીલ
  • ફેસબુકમાં ચેલેન્જ ટ્રેન્ડ : ફોટા હટાવવા સાયબર સેલની અપીલ

એફ.બી.માં કયુટ બેબી ચેલેન્જ, કપલ ચેલેન્જ, ડોટર ચેલેન્જ અને ફેમીલી ચેલેન્જનાં ટ્રેન્ડમાં યુઝર્સ આડેધડ ફોટા અપલોડ કરવા લાગ્યા : અત્યાર સુધીમાં 27 લાખથી વધુ લોકોએ ફેસબુક પર ફોટા અપલોડ કર્યા : સાયબર ક્રિમિનલ્સ ફોટા કે વિડીયો મોર્ફ કરીને યુઝર્સ પાસેથી નાણા પડાવી શકે છે

રાજકોટ તા.26
હાલના અતિ આધુનિક યુગમાં સાયબર ક્રાઇમના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે.સ્માર્ટ મોબાઈલ વાપરતા લોકોને સાયબર સેલ પોલીસ દ્વારા અવાર નવાર ચેતવણી ઓ આપવામાં આવે છે છતાં પણ લોકો માં અવેરનેસ જોવા મળતી નથી.અને સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે. ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયા ફેસબુક એપ પર અલગ અલગ ચેલેન્જ નો ટ્રેડ ચાલી રહ્યો છે.જેમાં #COUPLECHALLENGEમાં કપલ આડેધડ તેમના ફોટા મૂકી રહ્યા છે.તેમજ #CutedaughterChallengeમાં પણ લોકો પોતાની પુત્રી નો ફોટો અપલોડ કરી રહ્યા છે. #FamilyChallengeમાં અનેક લોકો પોતાના પરિવારના ફોટા અપલોડ કરી રહ્યા છે. આ મામલે રાજકોટ સાયબર ક્રાઈમ સેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,આવા ફોટાઓ જે અપલોડ કર્યા છે.તે ફોટા ને સાયબર ક્રિમિનલ્સ ફોટાઓનું મોર્ફિંગ કરવામાં આવી રહ્યું છે.અને મોર્ફિંગ થવાના કારણે સાયબર ક્રાઈમની ઘટનાઓ બને છે માટે આ ઘટનાઓ ને અટકાવવા માટે આવી કોઈ ચેલેન્જના નામે ફોટાઓ અપલોડ કરવા નહીં.અને ફોટા અપલોડ કર્યા હોય તો ડીલીટ કરવા જણાવાયું હતું.આવા ફોટાથી લોકો સાયબર ક્રાઈમ નો ભોગ બની શકે છે.સોશિયલ મીડિયા ની એપ પર આવા કોઈ ચેલેન્જની સંપૂર્ણ માહિતી મેળવી લેવી જોઈએ.અને સ્માર્ટ ફોન યુઝર્સએ સતર્કતા અને સાવચેતી રાખવી જોઈએ.

મોર્ફિંગ એટલે શુ???
ડીઝીટલ જમાના માં સ્માર્ટ ફોન યુઝર્ષ વધી ગયા છે.આ ડીઝીટલ યુગમાં સાયબર ક્રિમિનલ્સ ની સાથે સાથે સાયબર ક્રાઈમની ઘટનાઓ પણ વધી રહી છે.ત્યારે ફેસબુક હાલ કપલ ફોટા અને ફેમિલી ફોટા મુકવાનો ટ્રેન્ડ વધ્યો છે.ત્યારે આ ફોટામાંથી સાયબર ક્રિમિનલ્સ ફોટાનું મોર્ફિંગ કરે છે.એટલે કે અપલોડ કરેલા ફોટોઝ માંથી તમારા ચહેરાનું કટ આઉટ અન્ય બોડી પર લગાડી મિસયુઝ કરવામાં આવે છે.આ કારણે ફોટો અપલોડ કરનારની પ્રતિષ્ઠાને હાની પહોંચાડી શકે છે.તેમજ ફોટાનું મોર્ફિંગ કરી સાયબર ક્રિમિનલ્સ નાણાં પડાવી શકે છે.

શુ કહે છે સાયબર લો ના નિષ્ણાંત નિકેતભાઈ પોપટ??
ફેસબુક પર વાયરલ ટ્રેન્ડય કપલ ચેલેન્જા અંગે જરૂરી સાવધાની રાખવા માટે એડવોકેટ અને સાયબર લો ના નિષ્ણાત નિકેતભાઈ પોપટે સાંજ સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,સોશિયલ મીડિયામાં અવારનવાર જુદા-જુદા ટ્રેન્ડક વાયરલ થતા હોય છે. જેમ કે સાડી ચેલેન્જઠ, ક્યુટ બેબી ચેલેન્જન, સાફા ચેલેન્જં વગેરે. હાલ ફેસબુકમાં પણ આ પ્રકારનો એક ટ્રેન્ડવ વાયરલ થઇ રહ્યો છે જેનું નામ છે કપલ ચેલેન્જં (#CoupleChallenge).આ ચેલેન્જા દ્વારા લોકો પોતાના પાર્ટનર સાથેના ફોટોસ #CoupleChallenge ટેગ સાથે પોસ્ટ કરે છે. આ ટ્રેન્વમાં અત્યાર સુધી 27 લાખથી પણ વધુ લોકો પોતાના પાર્ટનર સાથેના ફોટોસ ફેસબુક પર અપલોડ કરી ચુક્યા છે. જ્યારે આપ આપનો કોઇ પણ ફોટો-વિડીયો કોઇ ટ્રેન્ડો થઇ રહેલા હેશટેગ () સાથે આપની પ્રોફાઇલ પરથી પોસ્ટ કરો છો ત્યારે તે ફોટો-વિડીયો ફેસબુક યુઝ કરનાર કોઇ પણ વ્યક્તિ તેનો એક્સેસ કરી શકે છે એટલે કે જોઇ શકે છે અને તેને ડાઉનલોડ કરી શકે છે. સાઇબર ક્રિમિનલ્સ આ પ્રકારના ફોટો-વિડીયોને ડાઉનલોડ કરી, તેને મોર્ફીંગ દ્વારા અશ્લીલ સ્વરૂપમાં ફેરવી તેને પોર્નોગ્રાફી, રીવેન્જે પોર્ન વગેરે જેવા સાઇબર ગુનાઓ આચરી શકે છે. ઘણી વખત આ પ્રકારના મોર્ફ ફોટો-વિડીયો વાયરલ કરવાની ધમકી આપી યુઝરને બ્લેકમેઇલ કરી તેની પાસે પૈસા પણ પડાવવામાં આવે છે.

સોશિયલ મીડિયા પર પોતાના પર્સનલ ફોટો-વિડીયો મુકતી વેળાએ પ્રાઇવસી જાળવો
- સોશિયલ મીડિયા પર રહેલા પ્રાઇવસી-સીક્યુરીટી ફીચર્સ વીશે જાણો અને તેનો ઉપયોગ કરો. આપના ફોટો-વિડીયો-પોસ્ટ આપના મિત્રો અને પરિચિત લોકો સુધી સિમિત રાખો. (પ્રાઇવસી માટે ફેસબુકમાં રહેલ લોક પ્રોફાઇલ ફીચરનો ઉપયોગ કરી શકાય.)
- સોશિયલ મીડિયા સેફટી માટે સૌથી મહત્વનો નિયમ છે કે ક્યારે પણ અજાણ્યા વ્યક્તિને આપના સોશિયલ મીડિયા એકાઉન્ટામાં એડ ન કરો.


Related News

Loading...
Advertisement