જેતપુરમાં કોરોના વોરિયર્સ ત્રણ તબીબો કોરોનાની ઝપટમાં

26 September 2020 06:02 PM
Rajkot
  • જેતપુરમાં કોરોના વોરિયર્સ ત્રણ તબીબો કોરોનાની ઝપટમાં

જેતપુર તા.26
જેતપુર શહેરમાં કોરોનાનો કહેર વધતો જતો હોય આજે શહેરના 3 તબીબો કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાં એક માત્ર એનેસ્થેસ્ટીક ડોકટર અમીપરાનો સમાવેશ થાય છે. શહેર તેમજ તાલુકામાં કોરોનાનો વ્યાપ વધતો હોય છેલ્લા ઘણા દિવસોથી દરરોજ 30 કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. જેમાં એક જ પરિવારના 7 સભ્યોના રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યા છે. તેથી પણ મહત્વની વાત એ છે કે કોરોનાથી સંક્રમીત થવામાં ડોકટરો પણ બાકાત નથી રહ્યા. આજે કોરોના પોઝીટીવમાં વધુ 3 ડોકટરો સામેલ થયા છે. જેમાં ડોકટર અવીલ સખીયા, ડો.અમીપરા તેમજ ડો.સંદીપ ઉપાઘ્યાયનો સમાવેશ થાય છે.
જેતપુરમાં એક તરફ કોરોના વાઇરસના ચેપમાં વધારો થઇ રહ્યો છે ત્યારે કોરોના વોરિયર્સ ત્રણ તબીબો સંક્રમીત થયા છે. જેતપુર છેલ્લા 24 કલાકમાં વધુ 30 પોઝીટીવ કેસ સહિત કુલ આંક 1000ને પાર પહોંચ્યો છે.


Related News

Loading...
Advertisement