સૌરાષ્ટ્ર યુનિ.ના ઉપકુલપતિ ડો.દેશાણીએ કોરોનાને આપી મ્હાત

26 September 2020 05:58 PM
Rajkot
  • સૌરાષ્ટ્ર યુનિ.ના ઉપકુલપતિ ડો.દેશાણીએ કોરોનાને આપી મ્હાત

સ્વસ્થ થતા યુનિ. કાર્યની શરૂઆત કરી

રાજકોટ તા.26
સૌરાષ્ટ્ર યુનિ.ના ઉપકુલપતિ ડો.વિજયભાઇ દેશાણી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે.
ડો.દેશાણીએ આજે શનિવારના સંકલ્પ સિઘ્ધ હનુમાનજીના દર્શન કરી યુનિ. ખાતે કાર્યની શરૂઆત કરી હતી. ઉપકુલપતિ ડો.વિજયભાઇ દેશાણીએ કોરોનાની મુશ્કેલીમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, મોરારીબાપુ, અપૂર્વમુનિ સ્વામીજી, જ્ઞાનવત્સલ સ્વામીજી, રામેશ્ર્વરદાસબાપુ, જગજીવનદાસબાપુ, પૂર્વ ધારાસભ્ય રમેશભાઇ રૂપાપરા, પ્રદેશ ભાજપના આગેવાન નીતિનભાઇ ભારદ્વાજ, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, હાસ્યકાર સાંઇરામ દવે, સિન્ડીકેટ મેમ્બરો તમામ ડોકટર્સ, રાજકીય આગેવાનો, શિક્ષણ જગતના મહાનુભાવો એ ટેલીફોનીક તથા મેસેજ દ્વારા તબીયત અંગે ખબર પુછવા બદલ ઉપકુલપતિનો આભાર વ્યકત કરેલ હતો.


Related News

Loading...
Advertisement