નામ માટે એક જ જગ્યાએ સાઈનબોર્ડના ખડકલા: કોર્પોરેટરોની પ્રસિધ્ધિ ભૂખ!

26 September 2020 05:56 PM
Rajkot
  • નામ માટે એક જ જગ્યાએ સાઈનબોર્ડના ખડકલા: કોર્પોરેટરોની પ્રસિધ્ધિ ભૂખ!

મહાપાલિકાની ચૂંટણી કોરોનાકાળમાં યોજાઈ તેમાં લોકોને રસ છે કે નહી તેની કોઈ ચિંતા કર્યા વગર સરકાર અને શાસકો ચૂંટણીની વહીવટી તૈયારીમાં પડી ગયા છે. વોર્ડ સીમાંકન સહિતની વહીવટી પ્રક્રિયા થઈ ગઈ છે. નવેમ્બરમાં ચૂંટણી યોજવાની થાય તો તંત્ર સજજ હોવાનું ચિત્ર પણ દેખાઈ રહ્યું છે. આ સ્થિતિમાં શાસનના છેલ્લા બે મહિનામાં વધુમાં વધુ પ્રચાર અને રાજકીય પ્રસિદ્ધી કરવા કોર્પોરેટરો તમામ જોર લગાવી રહ્યા છે. છેલ્લા બે મહિનામાં વિસ્તારોમાં વધુમાં વધુ કામ કરાવવા ગ્રાન્ટ ફાળવી રહ્યા છે. રસ્તા સહિતના કામો શરુ કરાવી રહ્યા છે. મોટી યોજનાઓ શાસકો આગળ વધારે છે તો આ પ્રચારમાં નાનામાં નાની તક પણ જતી ન રહે તેનું પણ બંને પક્ષના કોર્પોરેટરો ખાસ ધ્યાન રાખે છે. અનેક વિસ્તારોમાં શોભા બગાડતા અને લોકો માટે માહિતી સૂચક કોર્પોરેટરોના નામ સાથેના બોર્ડના ખડકલા છેલ્લા સમયમાં થયા છે. એક જ વિસ્તારમાં જુનું બોર્ડ હોય તો પણ નવું મોટું બોર્ડ શેરી નંબર સાથે મારવામાં આવે છે. અનેક વોર્ડમાં અગાઉ કોંગ્રેસના કોર્પોરેટરો હતા, હવે ત્યાં ભાજપના કોર્પોરેટર છે તો પણ બંને પક્ષના સાઈનબોર્ડ ઉભા છે. હાલ કોંગ્રેસના કોર્પોરેટર છે ત્યાં જુના ભાજપના કોર્પોરેટરના પણ બોર્ડ છે. આમ સંમતીથી બંને પક્ષના કોર્પોરેટરો પ્રચાર કરતા હોય તેવું લાગે છે. નવાઈની વાત એ છે કે ગ્રાન્ટમાંથી લોકો માટે વધુ કામ ફાળવવાને બદલે આવા સાઈનબોર્ડના બેફામ ખર્ચ પણ નગરસેવકો કરી રહ્યા છે. જુના બોર્ડમાં નામ ભૂસીને પણ કામ ચાલે તેમ છે. લોકોને તો સરનામાથી મતલબ હોય છે પરંતુ અનેક વોર્ડમાં ભાજપના કોર્પોરેટરોએ કેસરી રંગના અને કોંગી કોર્પોરેટરોએ સફેદ અને લીલા રંગના બોર્ડ મુકયા છે જેનાથી સરકારી બોર્ડમાં પણ પક્ષોનો પ્રચાર થઈ જાય છે. ચૂંટણી નજીક આવતા આવા ખર્ચ પણ ખૂબ વધી ગયાનું તસ્વીરો પરથી જોવા મળે છે.

Related News

Loading...
Advertisement