મુંજકા, મોટા મવા, નારાયણનગરમાં તા.30 સુધી પાણી બંધ : મનપા ટેન્કરો દોડાવશે

26 September 2020 05:50 PM
Rajkot
  • મુંજકા, મોટા મવા, નારાયણનગરમાં તા.30 સુધી પાણી બંધ : મનપા ટેન્કરો દોડાવશે

જીડબલ્યુઆઇએલએ ‘શટડાઉન’ લીધુ : કોઠારીયા ફિલ્ટર પ્લાન્ટ પર પાણી નહીં મળે

રાજકોટ, તા. ર6
રાજ્ય સરકારના વોટર ઇન્ફ્રા. વિભાગ દ્વારા રાજકોટને પુરા પડાતા પાણી પુરવઠા અંતર્ગત કોઠારીયા ફિલ્ટર પ્લાન્ટ પર ચાર દિવસ માટે પાણીની સપ્લાય બંધ થઇ છે. આથી મુંજકા-મોટામવા સહિતના વિસ્તારોમાં લોકોને નળ વાટે પાણી નહીં મળે અને તેના બદલે ટેન્કરથી પાણી પહોંચાડવાની વ્યવસ્થા મનપાએ કરી છે.
ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર દ્વારા તા. 26-9થી 30-9 કણકોટ-સીન્ધાવદર હેડ વર્કસ ખાતે રીપેરીંગ કામો સબબ શટડાઉન લેવામાં આવેલ છે, આથી મહાનગરપાલિકા દ્વારા નર્મદા પાઇપલાઇન પ્રોજેક્ટ હેઠળનાં અને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કોઠારીયા ખાતેના ફીલ્ટર પ્લાંન્ટ પરથી પાણી મેળવતા નારાયણનગર, મોટામૌવા, મુંજકાના સમ્બધિત વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવ્સ્થા પ્રભાવીત થશે.આ અસરગ્રસ્ત વિસ્તારોમા વૈકલ્પીક વ્યવસ્થા તરીકે વોટર ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવામાં આવશે. જેની સંબંધિત જાહેર જનતાએ નોંધ લેવા વોટર વર્કસ વિભાગે જણાવ્યું છે.
રાજકોટમાં નવા ભળેલા વિસ્તારોમાં નળના બદલે ટેન્કરથી પાણી આપવાનો અનુભવ મનપા લગભગ પહેલીવાર કરાવી રહી છે. શટડાઉનના કારણે આ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ લોકોને થોડી મુશ્કેલી પડવાની ભીતિ રહેલી છે.


Related News

Loading...
Advertisement