પરાબજારમાં જામતી ભીડ વચ્ચે 12 રેંકડી જપ્ત કરતું કોર્પોરેશન

26 September 2020 05:47 PM
Rajkot
  • પરાબજારમાં જામતી ભીડ વચ્ચે 12 રેંકડી જપ્ત કરતું કોર્પોરેશન

માસ્ક પહેર્યા વગરના વધુ 29 બેદરકાર નાગરીકો ઝડપાયા : ફ્રુટ બજાર-શાક માર્કેટમાં રોજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ

રાજકોટ, તા.26
મનપા દ્વારા જાહેરમાં માસ્ક પહેર્યા વગર નીકળેલા વધુ 29 આસામીને દંડ કરાયો છે. તો પરાબજારમાં લોકોની ભીડ એકઠી કરતી 12 રેંકડીઓ જપ્ત કરવામાં આવી છે.
શાક માર્કેટ અને ફ્રુટ બજારથી ધમધમતા પરાબજાર અને જયુબીલી માર્કેટ રોડ પર સપ્તાહથી એસ્ટેટ અને વિજીલન્સ શાખા દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવે છે. વહેલી સવારે મોચીબજારથી જયુબીલી સુધી ભરાતી જથ્થાબંધ શાક માર્કેટ પણ થોડા દિવસથી દુર કરી દેવામાં આવે છે. તો ફ્રુટની હરાજી ઉપર પણ પગલા લેવામાં આવી રહ્યા છે. આજે ભીડવાળા વિસ્તાર પરાબજારમાં રેંકડીઓ પર લોકો એકઠા થતા હોય, ફ્રુટની આવી 12 લારી જપ્ત કરવામાં આવી હતી.
આ ઉપરાંત એસ્ટેટ વિભાગે માસ્ક જાહેરનામાના ભંગ બદલ ર9 આસામી પાસેથી રૂા.29 હજારનો દંડ પણ લીધો હતો. કામ વગર બહાર ન નીકળવા અને માસ્ક સહિતના નિયમોનું પાલન કરવા કમિશ્નર ઉદિત અગ્રવાલે અપીલ કરી છે.ખાસ કરીને ભીડવાળા સ્થળોએ જમા ન થવા તેઓએ ખાસ નાગરીકોને અનુરોધ કર્યો છે.


Related News

Loading...
Advertisement