કોરોના-મંદીથી કલેકટર કચેરીની આવક ઠપ્પ : કરોડોનું નુકશાન : સ્ટાફ સંક્રમિત!

26 September 2020 05:44 PM
Rajkot
  • કોરોના-મંદીથી કલેકટર કચેરીની આવક ઠપ્પ : કરોડોનું નુકશાન : સ્ટાફ સંક્રમિત!

આવતા મહિનાની 10મી પછી રેવન્યુ કામગીરી શરૂ થાય તેવા અણસાર પણ સ્ટાફ કવોરેન્ટાઇન હોય ફાઇલ નિકાલમાં પડતી મોટી મુશ્કેલી : ઓફિસો ખાલી : મહત્વની મનાતી અપીલ બ્રાંચના ના.મામલતદાર કોરોના બિછાને : ખૂદ કલેકટર રેમ્યા મોહન સંક્રમિત : ફાઇલોના ઢગલે-ઢગલા

રાજકોટ તા.26
રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં ખુદ કલેકટર સહિતની મહત્વની બ્રાંચનો સ્ટાફ કોરોના સંક્રમિત થતા ફાઇલોના ઢગલા થઇ ગયા છે. કોરોના-મંદીના મારથી દર મહિને કરોડો રૂપિયાની બિનખેતી પ્રિમિયમ, નવી-જુની શરત ફેરની આવક સહિતની રેવન્યુ હાલમાં ઠપ્પ થઇ ગઇ હોવાનો સિનારીયો ખડો થયો છે અને કરોડો રૂપિયાની રેવન્યુ લોસ થઇ હોવાનું જાણવા મળેલ છે.

રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણીના કારણે ત્રણ મહિના રેવન્યુ કામગીરીને અસર થઇ હતી. બાદમાં માર્ચ મહિનાથી લોકડાઉન આવ્યુ. લોકડાઉન હળવુ થયુ ત્યાં કોરોના કોરોના સંક્રમણ વઘ્યુ અને કલેકટર સહિતનો મહવત્વનો બ્રાંચનો સ્ટાફ કોરોના સંક્રમિત થતા હાલમાં અપીલ બ્રાન્ડમાં રેવન્યુ કેસો ચાલતા નથી.

જિલ્લા કલેકટર રેમ્યા મોહન કોરોના પોઝીટીવ થતા બિનખેતી-પ્રિમિયમ વસુલવાની ફાઇલો કલીયર થતી નથી. કોઇપણ ઇન્ચાર્જ કલેકટર આવા મહત્વના પ્રકરણોમાં સહી કરતા નથી. પરિણામે બીન-ખેતી, નવી-જુની શરતની 200થી વધુ ફાઇલોનો ભરાવો થયો છે અને દર મહિને શરત ફેર પ્રિમીયમની-બિન ખેતી રૂપાંતર કરતી અંદાજે 100 કરોડથી વધુ આવક ઠપ્પ થઇ ગઇ છે અને રેવન્યુ નુકશાન થઇ રહ્યું છે.

રાજકોટ જિલ્લા કલેકટર કચેરીની ગત વર્ષના નવેમ્બર માસમાં જ 400થી વધુ બિનખેતી ફાઇલોનો નિકાલ થયો હતો જેની સાપેક્ષમાં આજ સપ્ટેમ્બરના અંતમાં એક સપ્તાહ બાકી છે. ત્યાં સુધીના દસ મહિનાના સમયગાળામાં 400 ફાઇલો નિકાલ થઇ નથી. પરિણામે રાજકોટ કલેકટર કચેરીની રેવન્યુ સાવ તળીયે પહોંચી છે. કોરોના સંક્રમણના કારણે મહત્વની બ્રાંચના અધિકારીઓ-કર્મચારીઓ ઝપટે ચડી જતાં હાલમાં માત્ર પચાસ ટકા સ્ટાફથી કામગીરી થાય છે.

બિનખેતી મામલતદાર કોરોનાની ઝપટે ચડયા બાદ માંડ સ્વસ્થ થઇ ફરજમાં હાજર થયા ત્યાં કારકુન ઝપટે ચડયા અને અધુરામાં પુરૂ છેલ્લા બાર દિવસથી જિલ્લા કલેકટર રેમ્યા મોહન કોરોના પોઝીટીવ થતા હોમ આઇસોલેટ થયા હોય 200થી વધુ ફાઇલો નિકાલના કારણે પેન્ડીંગ પડી હોવાનું જાણવા મળ્યું છે. દરમ્યાન દર મહિને 100 કરોડથી વધુની આવક નવી જુની શરતના પ્રિમિયમ-બીનખેતી હેતુ ફેરનું પ્રિમીયમ વસુલાતુ હતું.

આ તમામ કામગીરી નીચેના સ્ટાફથી આગળ વધે છે પણ આ બંને મહત્વની બ્રાંચના ના.મામલતદારો કવોરન્ટાઇન હોય કોઇ કામ થતુ નથી. આવી જ હાલત મામલતદાર કચેરીઓમાં દેખાઇ છે. મોટા ભાગના નાયબ કલેકટરો, ના.મામલતદારો, કારકુન તલાટી કે જે સ્વસ્થ છે તે તમામ કોરોના ડયુટીમાં હોય મૂળભૂત કામ કરી શકતા નથી. કચેરીમાં હાજર રહી શકતા નથી અને તમામ લેવલો ફાઇલોનો ભરાવો થયો હોવાનું જાણવા મળેલ છે.


Related News

Loading...
Advertisement