પુજારા પ્લોટમાં ફૂટપાથ પરથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો

26 September 2020 05:44 PM
Rajkot Saurashtra
  • પુજારા પ્લોટમાં ફૂટપાથ પરથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો

રાજકોટ તા.26
પુજારા પ્લોટમાં ફૂટપાથ પર અજાણ્યા પુરૂષ (ઉ.વ.50)ની લાશ પડી હોવાની જાણ 108ના ઇએમટી ઘનશ્યામભાઇ મારફત થતાં પોલીસ કંટ્રોલ ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ ઝાલાએ જાણ કરતા ભકિતનગરના એએસઆઇ ભરતસિંહ સોલંકીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

આ પુરૂષનું મોત બિમારીથી થયુ હતું. ઉપરોકત તસવીરમાં દેખાતા પુરૂષ વિશે માહિતી મળે તો ભકિતનગર પોલીસ મથકનાં નંબર (0281 2391058)માં સંપર્ક કરવા જણાવાયું છે.


Related News

Loading...
Advertisement