સોમવારથી ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા: રાજકોટમાં 2236 વિદ્યાર્થીઓ

26 September 2020 05:31 PM
Rajkot Saurashtra
  • સોમવારથી ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા: રાજકોટમાં 2236 વિદ્યાર્થીઓ
  • સોમવારથી ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા: રાજકોટમાં 2236 વિદ્યાર્થીઓ

પેપરો આવી પહોંચતા કરણસિંહજી હાઈસ્કુલનાં સ્ટ્રોંગરૂમમા સીલ: પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર મપાશે: માસ્ક ફરજીયાત: કોવીડ-19 ની ગાઈડલાઈન મુજબ 13 શાળાઓની બિલ્ડીંગમાં બેઠક વ્યવસ્થા: કાલથી કનટ્રોલરૂમ ધમધમશે તૈયારીઓને આખરી ઓપ

રાજકોટ તા.26
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.28 ને સોમવારથી ધો.12 સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષા લેવામાં આવનાર છે. રાજકોટમાં આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય તે માટેની તમામ તૈયારીઓ શિક્ષણાધિકારી કૈલાના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરી દેવામાં આવી છે.

આ અંગે શિક્ષણાધિકારી કૈલાના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ અંગે શિક્ષણાધિકારી કૈલાનો સંપર્ક કરાતા તેઓએ જણાવ્યું હ્તું કે ધો.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા માટે રાજકોટમાં 13 જેટલી શાળાઓની બિલ્ડીંગો અને તેના 120 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.રાજકોટમાં 2236 સહીત રાજયમાં 1.25 લાખ વિદ્યાર્થીઓ કોરોનાના વધતા જતા સંક્રમણના કારણે કોવીડ 19 ની ગાઈડ લાઈન મુજબ આ પરીક્ષા લેવામાં આવશે. જેમાં એક બ્લોકમાં 20 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે.પરીક્ષા સેન્ટરોમાં ટેમ્પરેચર માપી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે માસ્ક પહેરીને આવનારા વિદ્યાર્થીઓને જ પ્રવેશ અપાશે.

પરીક્ષા સેન્ટરમાં નોર્મલ ટેમ્પરેચર ન હોય તેવા વિદ્યાર્થીઓને અલગથી બેસાડવામાં આવશે.ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા સંદર્ભે આવતીકાલે તા.27 થી કરણસિંહજી હાઈસ્કુલમાં કંટ્રોલ રૂમ ધમધમતો કરી દેવામાં આવનાર છે. આ પરીક્ષાનાં પેપરો ગઈકાલે સાંજે રાજકોટ આવી પહોંચતા તેને કરણસિંહજી હાઈસ્કુલનાં સ્ટ્રોંગરૂમમાં પોલીસ બંદોબસ્ત હેઠળ સીલ કરી દેવામાં આવેલ છે.


Related News

Loading...
Advertisement