રેલનગર પાસેથી ઓરિસ્સાની ગેંગ ઝડપાઇ : બે ચોરીના ભેદ ખુલ્યા

26 September 2020 05:28 PM
Rajkot Saurashtra
  • રેલનગર પાસેથી ઓરિસ્સાની ગેંગ ઝડપાઇ : બે ચોરીના ભેદ ખુલ્યા
  • રેલનગર પાસેથી ઓરિસ્સાની ગેંગ ઝડપાઇ : બે ચોરીના ભેદ ખુલ્યા
  • રેલનગર પાસેથી ઓરિસ્સાની ગેંગ ઝડપાઇ : બે ચોરીના ભેદ ખુલ્યા

દિવસે કનટ્રકશન સાઇટ પર કામ કરતા રાત્રીના રેકી કરી મકાનને નિશાન બનાવતા હતા : સોના-ચાંદીના દાગીના, રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે : અન્ય કોઇ ચોરીમાં સંડોવણી છે કે કેમ ? તપાસ

રાજકોટ, તા. 26
શહેરના રેલનગર વિસ્તારમાં બે મકાનમાંથી ઘરફોડ કરનાર ઓરીસ્સાની ગેંગને પોલીસે ઝડપી લીધી છે. પોલીસે તેની પાસેથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ સહિત રૂા.67 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

પ્ર.નગર પોલીસ મથકના પી.આઇ. એલ.એલ.ચાવડાની રાહબરીમાં પીએસઆઇ કે.ડી.પટેલ તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે રેલનગરમાં દર્શિલ રો હાઉસની સામેના ભાગે મહર્ષિ અરવિંદ ટાઉનશીપની પાછળના ભાગે આવેલા અમૃત સરોવર રેસીડેન્સીમાં બાંધકામ સાઇટ પરથી ઓરીસ્સાના વતની પબિત્ર ઉર્ફે પબિત્ર અકીલ નાગ (ઉ.વ.30) અજય નાગ(ઉ.વ.40) અને ગોવરધન ઉર્ફે પિન્ટુ નિત્યાનંદ પાત્ર (ઉ.વ.25)ને ઝડપી લીધા હતા.

પોલીસની તપાસમાં પ્ર.નગરમાં તાજેતરમાં નોંધાયેલી બે ચોરીના બનાવનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે આ ગેંગ પાસેથી સોના-ચાંદીના દાગીના કિ. રૂા.17000 તથા રોકડ રૂા.35000 તથા ચોરીમાં ઉપયોગમાં લીધેલો સળીયો સહિત કુલ રૂા. પર000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ અન્ય એક ચોરીના રૂા.15000 રોકડા સહિત કુલ રૂા.67000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે આરોપી જે વિસ્તારમાં ક્ધટ્રકશન સાઇટ કામ કરતા હોય તે વિસ્તારની આજુબાજુના રહેણાંક વિસ્તારમાં રાત્રીના સમય દરમિયાન રેકી કરી જે મકાનમાં ઉપર અથવા નીચેના માળે તાળા માર્યા હોય તે મકાનમાં દિવાલ ટપી અંદર ઘુસી તાળુ માર્યુ ન હોય તે માળે રૂમના બહારના ભાગેથી આગળીયો બંધ કરી તાળુ મારેલા દરવાજાના નકુચા તોડી ચોરી કરતા હતા. આ ગેંગ અન્ય કોઇ ચોરીના બનાવમાં સંડોવાયેલ છે કે કેમ ? સહિતના મુદ્દે પોલીસ તપાસ ચલાવી રહી છે.


Related News

Loading...
Advertisement