વિરાટ-અનુષ્કા મુદ્દે સુનિલ ગાવસ્કરના સમર્થનમાં ઉતર્યો ઈરફાન પઠાણ

26 September 2020 05:27 PM
India Sports
  • વિરાટ-અનુષ્કા મુદ્દે સુનિલ ગાવસ્કરના સમર્થનમાં ઉતર્યો ઈરફાન પઠાણ

નવી દિલ્હી તા.26
ભારતના પૂર્વ કેપ્ટન અને કોમેન્ટેટર સુનિલ ગાવસ્કરે કિંગ્સ ઈલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચેનાં મુકાબલામાં વિરાટ કોહલીના પ્રદર્શન પર કોહલીની પત્નિ અનુષ્કા શર્માને લઈને ઘણી બબાલ મચી છે અને અનુષ્કા શર્માએ ગાવસ્કરની ટીપ્પણી પર ટીકા કરી જવાબ આપતા ઈરફાન પઠાણ ગાવસ્કરના સપોર્ટમાં ઉતર્યો છે.

અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર ગાવસ્કરને કહ્યું હતું કે એક કિક્રેટરની રમત માટે તેની પત્નિને કેમ જવાબદાર ઠેરવો છો? જવાબમાં ગાવસ્કરે જણાવ્યું હતું કે મે કોઈ અભદ્ર કોમેન્ટ કરી નથી. હું તો બસ તે વિડીયોનો ઉલ્લેખ કરી રહ્યો હતો. જેમાં પોતાની બીલ્ડીંગનાં કમ્પાઉન્ડમાં વિરાટ અનુષ્કાની બોલીંગનો સામનો કરતો હતો હવે ગાવસ્કરનાં સપોર્ટમાં ક્રિકેટર ઈરફાન પઠાણ પણ ઉતર્યો હતો. અને અનુષ્કા પર નિશાન સાધ્યુ હતું.


Related News

Loading...
Advertisement