સુરત : મોબ લીન્ચીંગની ઘટનામાં 11ની ધરપકડ

26 September 2020 05:10 PM
Surat Gujarat
  • સુરત : મોબ લીન્ચીંગની ઘટનામાં 11ની ધરપકડ

અમદાવાદ, તા. 26
સુરતમાં સરદાર માર્કેટ પાસે દુકાનમાંથી મોબાઇલ ચોરી કરનારને દુકાનદાર અને તેના મિત્રોએ હત્યા કરી લીધી હતી. આ મોબ લીન્ચીંગની ઘટનામાં વરાછા પોલીસે 11ની અટકાયત કરી છે.

આ ઘટના અંગે એસીપી સી.કે.પટેલે જણાવ્યું હતું કે શરૂઆતમાં બનાવમાં આકસ્મિક મોતનો ગુનો નોંઘ્યો હતો. બાદમાં મરનારની હત્યા થયાનું જાણવા મળ્યું હતું. કેમેરામાં ઝડપાયેલા મુખ્ય આરોપી અનિષ અબુબકર મેમણ યુવકને લાકડાના ફટકા મારતો દેખાય છે.

વરાછા પોલીસે બનાવમાં અનિષ અને તેના સાથીઓ વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement