ભૂમાફિયા, વ્યાજખોરો, સટોડીયાને પોલીસ છોડશે નહી : એસીપી બસીયા

26 September 2020 05:07 PM
Rajkot Saurashtra
  • ભૂમાફિયા, વ્યાજખોરો, સટોડીયાને પોલીસ છોડશે નહી : એસીપી બસીયા
  • ભૂમાફિયા, વ્યાજખોરો, સટોડીયાને પોલીસ છોડશે નહી : એસીપી બસીયા
  • ભૂમાફિયા, વ્યાજખોરો, સટોડીયાને પોલીસ છોડશે નહી : એસીપી બસીયા
  • ભૂમાફિયા, વ્યાજખોરો, સટોડીયાને પોલીસ છોડશે નહી : એસીપી બસીયા

રાજકોટ એસીપી ક્રાઇમ ડી.વી.બસીયા ‘સાંજ સમાચાર’ની મુલાકાતે : કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેવાનો કોલ : યુવાધનને કોરી ખાતા નશાના દુષણ સામે આકરી કાર્યવાહી કરાશે : ટેકનોલોજીની સાથે બાતમીદારોનું નેટવર્ક ઉભુ કરી ગુનાખોરી પર કાબુ મેળવાશે : એસઓજી પીઆઇ તરીકેનો અનુભવ એસીપીના કાર્યકાળમાં કામે લાગશે

રાજકોટ તા.26
શહરેમાં એસીપી ક્રાઈમ તરીકે તાજેતરમાં જ નિમણૂક પામેલા ડી.વી.બસીયા આજરોજ ” સમાચાર” શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.આ તકે તેમણે સ્પષ્ટ ભાષામાં કહ્યું હતું કે, શહરેમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા તેઓ સતત પ્રયત્નશીલ રહેશે અને ખાસ કરીને વ્યાજખોરી, સટ્ટા અને ભુમાફિયા સહિતના દુષણને કોઈપણ સંજોગોમાં સાંખી નહીં લેવાઈ સામાન્ય નાગરિને ન્યાય અને પોલીસ તરફથી સલામતી મળી રહે તે રીતે કામગીરી કરાશે.

રાજકોટ ક્રાઈમ એ.સી.પી ડી.વી.બસીયા મૂળ અમરેલીના વતની છે.જૂનાગઢથી તેમણે કારકિર્દીની શરૂઆત કરી હતી.તેમણે રાજકોટમાં એસ.ઓ.જી પી.આઈ તરીકે પ્રશંસનીય ફરજ નિભાવી હતી.તેમના પી.આઈ તરીકેના કાર્યકાળ દરમિયાન શહેરને ખોફમાં મુકનાર સ્ટોન કિલરને ડી.વી.બસીયા વડપણ હેઠળ પોલીસ ટીમે ઝડપી લીધો હતો.તેમજ ઉધોગપતિના અપહરણના કેસમાં પણ કુનેહપૂર્વક કામગીરી કરી તેમને હેમખેમ મુક્ત કરાવી આરોપીઓને ઝડપી લીધા હતા.

પોરબંદરમાં પણ તેમણે ઉમદા ફરજ નિભાવી હતી.બાદમાં લીંબડી ડી.વાય.એસ.પી તરીકે તેમણે ખુબજ સારી કામગીરી કર્યા બાદ રાજકોટ એ.સી.પી.ક્રાઈમની મહત્વની પોસ્ટ પર તેમની નિયુક્તિ થઈ છે.

” સમાચાર” ની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું કે, રાજકોટમાં ભુમાફિયા તેમજ વ્યાજખોરીના દુષણને ડામવા ખાસ અસરકારક કામગીરી કરાશે.શહેરમાં દરેક નાગરિક સલામત અને નિર્ભિક રીતે રહી શકે તેવા પ્રયાસો કરાશે.હાલ આઇપીએલ ચાલુ હોય આ દરમિયાન સટ્ટાખોરીના દુષણને ડામવા પણ ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે.અને ક્રિકેટ સટ્ટો રમનાર સામે પોલીસ આકરી કાર્યવાહી કરશે.

યુવાધનને કોરી ખાતા નશાના દુષણને કોઈપણ સંજોગોમાં સાખી નહીં લેવાઈ ગાંજાથી લઇ કોઈપણ પ્રકારના માદક પદાર્થના વેચાણ અને સેવનને ચલાવી નહીં લેવાઈ આ વ્યવસાય સાથે સંકળાયેલા દરેક શખ્સ સામે પોલીસ સેહશરમ રાખ્યા વગર કાર્યવાહી કરશે.

અંતમાં એ.સી.પી ક્રાઇમ ડી.વી.બસિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તેમજ જે.સી.પી ખુરશીદ અહેમદ અને ડીસીપી ઝોન 1 પ્રવીણકુમાર મીણા ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજા સહિતના અધિકારીના માર્ગદર્શન હેઠળ શહરેમાં ગુનાખોરીને ડામવા માટે ટેકનોલોજીના સાથે પોલીસની જૂની મેથડ બાતમીદારોનું નેટર્વક ઉભું કરી વણઉકેલ બનાવોના ભેદ ઉકેલવા સતત પ્રયાસ કરાશે.

ઓન વે ક્રિકેટ સટ્ટા પર પોલીસની ખાસ વોચ
એ.સી.પી ક્રાઈમ ડી.વી.બસીયાએ જણાવ્યું હતું કે, હાલમાં આઇપીએલ દરમિયાન ક્રિકેટ સટ્ટો રમતા શખ્સો સામે પોલીસ ખાસ વોચ રાખી રહી છે.રાજકોટમાં હાલ ક્રિકેટ સટ્ટો રમનારે એક નવો કીમિયો શોધી કાઢ્યો છે.કોઈ ઓફીસ કે ઘરના બદલે કારમાં ઓન વે સટ્ટો રમાઈ રહયો છે.જેથી તેમનુ લોકોશન ના મળી શકે.ચાલુ વાહને સટ્ટો રમનાર આવા શખ્સોને ઝડપી લેવા પણ પોલીસ ખાસ નજર રાખી રહી છે.


Related News

Loading...
Advertisement