ચેટ કબુલતી દિપિકા પદુકોણે પણ ડ્રગ લેતી હોવાનો ઈન્કાર

26 September 2020 04:50 PM
Entertainment India
  • ચેટ કબુલતી દિપિકા પદુકોણે પણ ડ્રગ લેતી હોવાનો ઈન્કાર
  • ચેટ કબુલતી દિપિકા પદુકોણે પણ ડ્રગ લેતી હોવાનો ઈન્કાર

નાર્કોટીક બ્યુરોની ઓફીસમાં ગ્લેમર્સ સભર ત્રણ અભિનેત્રીઓની પુછપરછ : માલ’ શબ્દ ડ્રગ માટે ન હતો: સેક્રેટરી કરીશ્મા સામેના વોટસએપ ચેટ મુદે જવાબ: મે કદી ડ્રગ લીધું નથી : પુછપરછ સમયે અભિનેત્રી નર્વસ થઈ ગઈ: અભિનેતા પતિ રણવીરસિંઘ સતત હાજર: પુછપરછ ચાલુ

મુંબઈ
બોલીવુડ અભિનેતા પ્રશાંતસિંઘ રાજપૂતની આત્મહત્યાની તપાસમાં ડ્રગ કનેકશનની તપાસ હવે નવા નવા ધડાકા કરી રહી છે. આજે બોલીવુડની એ ગ્રેડ અભિનેત્રી દિપિકા પાદુકોણે તથા શ્રદ્ધાકપુર અને સારાઅલીખાનની ડ્રગ કાંડમાં મેરેથોન પુછપરછ ચાલુ છે તો દિપિકાની સેક્રેટરી કરીશ્માની અગાઉ પુછપરછ થઈ જ હતી તે પણ નાર્કોટીક કંટ્રોલ બ્યુરોની ઓફીસમાં હાજર છે અને તેના નિવેદન સાથે આ અભિનેત્રીઓનો નિવેદન સાથે ક્રોસ કરવામાં આવી રહ્યા છે અને તેમાં અનેક નવા ધડાકા થઈ રહ્યા છે.

ગઈકાલે ગોવાથી પરત આવેલી દિપિકા પાદુકોણે આજે સવારે તેના પતિ અને અભિનેતા રણવીરસિંઘ સાથે નાર્કોટીક બ્યુરોની ઓફીસ પર પહોંચ્યા હતા અને બાદમાં દિપિકાની પુછપરછમાં તેણે પક્ષની સેક્રેટરી કરીશ્મા સાથે ડ્રગ-ચેટ કરી હોવાનું સ્વીકાર્યુ હતું પણ પોતે ડ્રગ લેતી હોવાનો ઈન્કાર કર્યો હતો. દિપિકાએ કહ્યું કે ચેટમાં જે માલ શબ્દનો ઉપયોગ થયો છે તે ડ્રગ માટે ન હતો. જો કે તે શબ્દ કયા હેતુથી ઉપયોગમાં લેવાયો તે અંગે દિપિકાએ કોઈ ખુલાસો કર્યા હોવા અંગે માહિતી બહાર આવી નથી. આજે દિપિકા તેની પુછપરછ સમયે ગભરાયેલી હોય તેમ જણાતી હતી.

તપાસ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ તે પોતે ડ્રગ લેતી નથી તે સ્થાપીત કરવા પ્રયાસ કર્યો હતો તેના મોબાઈલના ઉપયોગ વિ. અંગે પણ માહિતી મેળવાઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ દિપિકાનો મોબાઈલ પુછપરછ સમયે લઈ લેવાયો હતો.

લગભગ 2 કલાક તેની પુછપરછ બાદ થોડો આરામ અપાયો હતો અને તેના પતિ સાથે ગુફતેગુ કરતી હતી પણ તે અત્યંત ગભરાયેલી જણાતી હતી. બપોરે બે વાગ્યાથી તેની ફરી પુછપરછ શરૂ કરવામાં આવી છે માનવામાં આવે છે કે તેની સેક્રેટરી સાથે બેસાડીને બન્નેના નિવેદનોના વિરોધાભાસ અંગે પ્રશ્નો પુછાઈ રહ્યા છે અને હવે તેનો પુછપરછ કયારે પુરી થશે તેના પર સૌની નજર છે.


Related News

Loading...
Advertisement