રાજકોટમાં ઇ-લોકઅદાલતમાં બપોર સુધી 150થી વધુ કેસમાં સમાધાન

26 September 2020 04:28 PM
Rajkot
  • રાજકોટમાં ઇ-લોકઅદાલતમાં બપોર સુધી 150થી વધુ કેસમાં સમાધાન
  • રાજકોટમાં ઇ-લોકઅદાલતમાં બપોર સુધી 150થી વધુ કેસમાં સમાધાન
  • રાજકોટમાં ઇ-લોકઅદાલતમાં બપોર સુધી 150થી વધુ કેસમાં સમાધાન
  • રાજકોટમાં ઇ-લોકઅદાલતમાં બપોર સુધી 150થી વધુ કેસમાં સમાધાન

રાજકોટ શહેર-જિલ્લા મથકે મળી 800 કેસ સમાધાન માટે મુકાયા : મુખ્ય જિલ્લા ન્યાયધીશ યુ.ટી.દેસાઇની ઉપસ્થિતિમાં લોકઅદાલતનો પ્રારંભ : અંદાજીત બે કરોડના વળતર ચૂકવાયા : સાંજ સુધીમાં 600 કેસમાં સમાધાનનો આશાવાદ

રાજકોટ તા.26
કોરોનાકાળ વચ્ચે આજે રાજકોટ મુખ્ય મથકે તથા જિલ્લા અને તાલુકા કક્ષાએ ઇ-લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોર સુધીમાં લોક અદાલતમાં 150થી વધુ કેસમાં સમાધાનથી નિકાલ થયો હતો અને સાંજ સુધીમાં 600થી વધુ કેસમાં સમાધાન થવાનો આશાવાદ વ્યકત કરવામાં આવી રહ્યો છે. રાજય જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે રાજકોટ જિલ્લા કાનુની સેવા સત્તામંડળ દ્વારા આજરોજ રાજકોટ મુખ્ય મથકે આજરોજ ઇ-લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્ય જિલ્લા મુખ્ય ન્યાયધીશ યુ.ટી.દેસાઇ, સ્પેશ્યલ ટ્રીબ્યુનલ જજ ડી.એ.વોરા તથા ડી.કે.દવે સહિત તમામ ન્યાયધીશ, રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ બકુલ રાજાણી, એમએસીપી બારના પ્રમુખ રાજેશ મહેતા ગોપાલ ત્રિવેદી, સિનિયર ધારાશાસ્ત્રી મુકેશ દેસાઇ સહિતના એડવોકેટની હાજરીમાં લોકઅદાલત યોજાઇ હતી.
ઇ-લોકઅદાલતમાં આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ દ્વારા ઇન્સ્યુરન્સ ચોલા મંડલમ સહિતની વિમા કંપનીના જવાબદાર અધિકારીઓ હાજર રહ્યા હતાં.

આજની આ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશીએબલ એકટની કલમ-138 (ચેક રીટર્ન અંગેના કેસો), બેન્કના લેણાના કેસો, મોટર અકસ્માત વળતરને લગતા કેસો, લગ્ન વિષયક કેસો, મજુર અદાલતના કેસો, જમીન સંપાદનને લગતા કેસો, ઇલેકટ્રીસીટી તથા પાણીના બીલોને લગતા કેસો, રેવનયુ કેસીસ, દિવાની પ્રકારના કેસો (ભાડા, સુખાધિકારના કેસો, મનાઇ હુકમના દાવા, કરાર પાલનના દાવા), અન્ય સમાધાન લાયક કેસો સહિત કુલ 800 કેસ સમાધાન માટે મુકાયા હતા.

જેમાં બપોર સુધીમાં 150થી વધુ કેસમાં સમાધાન થયા હતા અને બે કરોડ જેટલુ વળતર ચુકવાયુ છે. તેમજ સાંજ સુધીમાં 600 થી વધુ કેસમાં સમાધાન થવાનો આશાવાદ વ્યકત કરવામાં આવ્યો છે. આ ઇ-લોકઅદાલતને સફળ બનાવવા માટે વીમા કંપની તરફે વિઘ્વાન ધારાશાસ્ત્રી સુનિલભાઇ મોઢા, જે.જે.ત્રિવેદી, એસ.કે.વોરા, કે.એલ.વ્યાસ, પી.આર.દેસાઇ, સરફરાજભાઇ પઠાણ, જયેશ ગોંડલીયા તેમજ અરજદાર તરફે આર.આર.મહેતા, જી.બી.ત્રિવેદી, એ.જી.મોદન, કે.કે.વાઘેલા, આર.પી.ડોરી, વી.એમ.વાઢેર, એમ.એ.સુરૈયા, પી.ડી.સોઢા વિગેરેએ ખૂબ જહેમત ઉઠાવેલ છે.

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ 44 કેસમાં સમાધાન કરી 1.67 કરોડ ચુકવ્યા
હાલનાં આ કોવિડ-19 (કોરોના) વાયરસની મહામારીનાં અતિ વિકટ સમયમાં આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જન. ઇન્સ્યુ.કાું.લીએ સામાજીક જવાબદારીનાં ભાગરૂપે એક સારી પહેલ કરીને લોક અદાલતનાં તેમના થયેલા તમામ સમાધાનની વળતરની રકમનાં ડીમાન્ડ ડ્રાફટ આજરોજ જમા કરાવેલ છે. જેથી અરજદારોનાં જેમ બને એમ વહેલી તકે વળતરની રકમ મળવાથી આર્થિક રાહત મળી રહે. આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જન ઇન્સ્યુ. કાું.લીએ આજની આ લોક અદાલતમાં કુલ 44 કેસ સમાધાન કરી અને આ 44 કેસોની કુલ સમાધાન-વળતરની રકમ 1,67,73,500 ડીમાન્ડ ડ્રાફટથી આજરોજ ટ્રીબ્યુનલમાં જમા કરાવ્યા છે.


Related News

Loading...
Advertisement