મયુરનગરનો યુવક છરી સાથે ઝડપાયો

26 September 2020 04:24 PM
Rajkot
  • મયુરનગરનો યુવક છરી સાથે ઝડપાયો

રાજકોટ, તા.26
શહેરના થોરાળા પોલીસ મથકની ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન છરી સાથે મયુરનગરના યુવકને ઝડપી લીધો હતો. થોરાળા પોલીસની ટીમ એસીપી એચ.એલ.રાઠોડના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગમાં હતી ત્યારે એક શખ્સને શંકાસ્પદ હાલતમાં પકડી પાડવામાં આવ્યો હતો. શખ્સની પુછપરછ કરાતા તેણે પોતાનું નામ ચિરાગ વિનોદભાઇ ચૌહાણ (ઉ.વ.19, રહે. મયુરનગર મેઇન રોડ, બીનટેક્ષ કારખાના પાસે, રાજમોતી મીલ પાછળ) હોવાનું જણાવ્યું હતું. તેની જડતી લેતા તેની પાસેથી એક છરી મળી આવતા પોલીસે યુવકની ધરપકડ કરી હતી અને છરી કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી. આ કામગીરીમાં પીએસઆઇ જી.એસ.ગઢવી તથા ડી સ્ટાફના પોલીસ કર્મચારી જોડાયા હતા.


Related News

Loading...
Advertisement