રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.નો પ0મો જન્મદિન ‘પરમ ભકિત’ મહોત્સવરૂપે ઉજવાયો : હજારો ભાવિકો ભાવ વિભોર

26 September 2020 04:23 PM
Rajkot
  • રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.નો પ0મો જન્મદિન ‘પરમ ભકિત’  મહોત્સવરૂપે ઉજવાયો : હજારો ભાવિકો ભાવ વિભોર

પ્રેમથી તૃપ્તિ અને પદાર્થોથી મુકિત તે ભકિતની ફલશ્રુતિ : પૂ.નમ્રમુનિ મ. : માનવતા મહાપ્રકલ્પ ‘પરમ સ્પોર્ટ’ની ઉદઘોષણાએ સર્વત્ર છવાઇ પ્રસન્નતા : સેવાનું કર્તવ્ય બજાવીને જીવન સાર્થક કરનારા મહાનુભાવોને ‘પરમ એવોર્ડ’ એનાયત

રાજકોટ તા.26
અનેક અનેક જીવોને સંસારથી ઉગારીને, હજારો જીવોને સત્ય પમાડીને, હજારો જીવોના જીવનનો આધારસ્તંભ બનીને એક મહાન યુગપુરુષ સ્વરૂપે યુગ ઉપકાર કરી રહેલાં સહુના તારણહારા કરુણાનિધાન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના 50વિં જન્મોત્સવ - પરમોત્સવ - મહા માનવતા અવસરનો દ્વિતીય દિવસ "પરમ ભક્તિ ઉત્સવ" સ્વરૂપે ઉજવાયો હતો.

પરમ ગુરુદેવ જેવા મહાન પુરુષને જન્મ આપીને હજારો આત્માઓ પર ઉપકાર કરનારા એવા સંસારપક્ષે રત્નકુક્ષીણી માતા પૂજય શ્રી પ્રબોધિકાબાઈ મહાસતીજીએ આ અવસરે યુગો પહેલાંના પ્રભુ મહાવીર અને માતા દેવાંનદાના સમવસરણમાં થયેલા મિલનની સ્મૃતિ કરીને અત્યંત હદયસ્પર્શી ભાવોમાં આર્શીવચન ફરમાવતા સહુના હદયમાં સ્નેહભીની સાવેદનાઓનું મોજું ફરી વળ્યું હતું.

છેલ્લા એક વર્ષથી શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રનો નાદ ગજાવીને પરમ ગુરુદેવના 50વિં જન્મોત્સવના વધામણા સ્વરૂપે ઉજવાય રહેલાં પરમ મંત્રોચ્ચારના દિવ્ય દર્શન કરાવ્યાં બાદ આ અવસરે પરમ ગુરુદેવે અત્યંત મધુર વાણીમાં બોધ વચન ફરમાવતા કહ્યું હતું કે, મંત્રોની ઉર્જા સમગ્ર અસ્તિત્વને ઉર્જાવાન બનાવી દે છે. જેમ જેમ મંત્ર સાધનામાં લીનતા આવે છે એમ એમ મન, પ્રભુના મન સાથે એક થવા લાગે છે.

તન કદાચ અલગ હોઈ શકે પરંતુ મન જ્યારે પ્રભુ સાથે એક થઈ જાય તો મન જ મોક્ષનું કારણ બની જાય. પ્રભુ જેવી દૃષ્ટિ, પ્રભુ જેવા ભાવ પ્રગટ થાય, પ્રભુમાં ભળી જવું, પ્રભુમાં ગળી જવું, પ્રભુમાં સમાય જવું તે ભક્તિ હોય છે. આવી ભક્તિના ભાવો જ્યારે પ્રગટ થાય છે ત્યારે તે વ્યક્તિ પ્રેમથી તૃપ્ત બનતો જાય છે. અને પદાર્થથી ધીરે ધીરે મુક્ત બનતો જાય છે. ભક્તિની આ જ ફળશ્રુતિ હોય છે.

દર વર્ષે પરમ ગુરુદેવના જન્મોત્સવ અવસરે સમાજના સેવાભાવી - પરોપકારી મહાનુભવોને અર્પણ કરવામાં આવતાં પરમ એવોર્ડની પરંપરાને જાળવી રાખતાં આ જન્મોત્સવ અવસરે પણ સંઘ અને સમાજ પ્રત્યે અનન્ય સેવા બજાવી જીવન સાર્થક કરનારા, એવા આણંદજી કલ્યાણજી ની પેઢીના કસ્તુરભાઈ લાલભાઈ, ચીંચપોકલી ધર્મસ્થાનકના સ્થાપક દામજીભાઈ લક્ષ્મીચંદ શેઠ, એચ. જે. દોશીના હરિલાલભાઈ જેચંદ દોશી, દશશ્રીમાળી ભોજનાલયના પ્રાણલાલભાઈ છગનલાલ ગોડા, રૂબી મિલના મનહરલાલભાઈ ચુનીલાલ શાહ, મુલુંડ સંઘના સંઘમાતા માતુશ્રી ધનવંતીબેન વલ્લભજી ગોગરી, અજમેરા બિલડર્સ ના છોટુભાઈ અજમેરા, રબર ઉધોગના પ્રણેતા શિવુભાઈ વિશનજીભાઈ લાઠીયા, તેમજ સિંગાપોરના નગીનભાઈ જયસુખલાલ દોશીને ગૈરવવંતા પરમ એવોર્ડ અર્પણ કરીને એમની સેવા ભાવનાનું બહુમૂલ્ય સન્માન અર્પણ કરવામાં આવતાં હજારો ભાવિકો સેવા ધર્મનું એક પ્રેરણાત્મક દિશાસૂચન પામ્યાં હતાં.

આવતીકાલે તા: 27ના રવિવાર સવારના 8 કલાકે મહા પ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની વિશિષ્ટ મંત્રોચ્ચાર સાથેની સંકલ્પ સિધ્ધિ મહા જપ સાધના ક્રમબદ્ધ ત્રણ તબક્કામાં કરાવવામાં આવશે . એ સાથે જ પરમ ગુરુદેવ પ્રત્યે શુભેચ્છા અભિવંદનાની અનેક રસપ્રદ પ્રસ્તુતિઓ સાથે જન્મોત્સવના વધામણા લેવામાં આવશે. ગુરુના અગાધ ગુણો પર પ્રકાશ પાડતી પ્રેરણાત્મક કલાકૃતિ "ગુરુ ઈજ્ઞક્ષક્ષયભશિંજ્ઞક્ષ ગુણ ભયિફશિંજ્ઞક્ષ ની પ્રસ્તુતિ સાથે પરમ ગુરુદેવની 50 વર્ષની જીવનયાત્રા આધારિત મહાગ્રંથ તેમજ પરમ ગુરુદેવની વાણીના અક્ષરદેહ સ્વરૂપ 50 બજ્ઞજ્ઞસત નું આ અવસરે વિમોચન કરવામાં આવશે. અર્હમ પશુરક્ષા , હેપી એન્ડ હેલ્પ જેવા જીવદયા અને માનવતાના અનેકવિધ મેધા પ્રકલ્પોના શુભારંભ સાથે લાખો જીવોને શાતા -સમાધિ આપતો આ મહોત્સવ ઉજવાશે.


Related News

Loading...
Advertisement