અમે નહીં, સુશાંત ડ્રગ લેતો હતો: શ્રદ્ધા-સારા અલીખાનનો ધડાકો

26 September 2020 04:23 PM
Entertainment India
  • અમે નહીં, સુશાંત ડ્રગ લેતો હતો: શ્રદ્ધા-સારા અલીખાનનો ધડાકો

દિપિકા સહિતની ત્રણેય અભિનેત્રીઓએ ખુદ ડ્રગ લેતી હોવાનો ઈન્કાર કર્યો: છીછોરેની ફાર્મહાઉસ પાર્ટીમાં સુશાંતે ડ્રગ લીધો હતો: શ્રદ્ધા કપુરનો ધડાકો: કેદારનાથના શુટિંગ સમયે સુશાંત સેટ-વેનિટી વાનમાં ડ્રગ લેતો હતો: સારા અલીખાન

મુંબઈ: બોલીવુડના ડ્રગ કાંડની તપાસમાં અભિનેત્રી શ્રદ્ધાકપુર તથા સારાઅલી ખાને આજે નાર્કોટીક વિભાગની પુછપરછમાં તેઓ ડ્રગ પાર્ટીમાં હાજર રહેતી હોવાનું સ્વીકાર્યું હતું પણ બન્ને અભિનેત્રીએ તે ડ્રગ લેતી હોવાનો ઈન્કાર કરવાની સાથોસાથ નવો ધડાકો કરતા કહ્યું કે, સુશાંતસિંઘ રાજપૂત નિયમીત રીતે ડ્રગ લેતો હતો તે શુટીંગમાં સેટ સમયે કે પછી શુટીંગના બ્રેક સમયે વેનીટી વાનમાં જઈને ડ્રગ લેતો હતો.

બન્ને અભિનેત્રીઓએ આ નવા ધડાકા કરતા હવે સુશાંત આત્મહત્યા કેસને નવો વળાંક મળી ગયો છે. શ્રદ્ધાકપુરે સ્વીકાર્યુ કે ફીલ્મ ‘છીછોરે’ની સફળતાની પાર્ટી સુશાંતસિંઘના લોનાવાલા ખાતેના ફાર્મહાઉસમાં યોજાઈ હતી. જેમાં શ્રદ્ધાકપુર સહીત 25 સેલીબ્રીટી હાજર હતા અને આ પાર્ટીમાં કેનબીસ- ભોગનું સેવન થયું હતું અને માવના ખાતેના ફાર્મહાઉસમાં આ પાર્ટીમાં પુષ્કળ ડ્રગ મોજૂદ હતું.

જો કે શ્રદ્ધાકપુરે પોતે આ પાર્ટીમાં ડ્રગ લીધુ હોવાનો અને તે કોઈ પ્રકારના માદક પદાર્થોના સેવન કરતી નહી હોવાનું જણાવીને ખુદનો બચાવ કર્યો હતો. અભિનેતા શક્તિકપુરની પુત્રી શ્રદ્ધાકપુર આજે સવારે 12 વાગ્યે તેના ધારાશાસ્ત્રી સાથે નાર્કોયીકની પુછપરછ માટે હાજર થઈ હતી. હજુ પણ તેઓ આ પુછપરછ સ્થળે મૌજૂદ છે.

બીજી તરફ ડ્રગ કાંડમાં જેનું નામ સંડોવાયું છે. અભિનેત્રી સારાઅલીખાને પણ સુશાંતસિંઘ રાજપૂત ડ્રગ લેતો હોવાનું કહ્યું હતું. જો કે શ્રદ્ધાની માફક સારાઅલીખાને પણ પોતે ડ્રગ લેવાનો ઈન્કાર કર્યો હતો. સારાઅલીખાને સુશાંતની સાથે ‘કેદારનાથ’ ફિલ્મ કરી હતી અને તેણે કહ્યું કે સુશાંત સેટ પર પણ ડ્રગ લેતો હતો તેને વેનીટી વાનમાં સુશાંતને ડ્રગ લેતા જોયો છે પણ મે કદી ડ્રગ લીધી નતી. સારાઅલી ખાને આજે હાજર થતા પુર્વે તેની માતા અમૃતાસિંહ સાથે લીગલ ટીમ સાથે વિડીયો કોન્ફરન્સની ચર્ચા કરી હતી.

શ્રદ્ધાકપુરની સાથે એક સીનીયર ધારાશાસ્ત્રી પહોંચ્યા હતા. જો કે પુછપરછ સમયે અન્ય કોઈને હાજર રહેવા દેવામાં આવ્યા ન હતા.


Related News

Loading...
Advertisement