આઈપીએલની ઓળખ ‘બ્યુગલ સાઉન્ડ’ની રચના કોણે કરી છે? રસપ્રદ કહાની

26 September 2020 03:40 PM
India Sports
  • આઈપીએલની ઓળખ ‘બ્યુગલ સાઉન્ડ’ની રચના કોણે કરી છે? રસપ્રદ કહાની

ક્રિકેટના કોલાહલ-ઘોંઘાટ વચ્ચે પણ સંભળાતા આ જુસ્સાદાર સુરીલા સંગીત બનાવનાર પણ ‘રમતવીર’ જ છે!

મુંબઈ તા.26
કોરોનાને પગલે આ વખતે આઈપીએલ પાછુ ઠેલાયુ છે. ઘણીવાર જોયા પછી આખરે યુએઈમાં આઈપીએલ ટુર્નામેન્ટ શરૂ થઈ છે. દરેક આઈપીએલમાં વાગતા સાયરનથી ક્રિકેટ પ્રેમીઓ પરિચિત હશે જ. ઘોંઘાટમાં સંગીતનો લય હોય તેવું શકય નથી. પરંતુ આઈપીએલનાં સાયરનમાં આ વાત શકય બની છે. આ સાયરન આપનારનું નામ છે. ફ્રેન્કોઈલ પેનર. જેણે આઈપીએલના સાયરનમાં મ્યુઝીકરૂપી ફલેવર ઉમેરી છે.

ફ્રોન્કોઈસ સાઉથ આફ્રિકાની રગ્બી ટીમનો પુર્વ કેપ્ટન હતો. 1995ના રગ્બીના વર્લ્ડકપ દરમિયાન નેલ્સન મંડેલાએ તેમની જર્સી પહેરતા તે ચર્ચામાં આવ્યો હતો. 2009માં સાઉથ આફ્રિકામાં આઈપીએલ ટુર્નામેન્ટ રમાઈ ત્યારે તેની મ્યુઝીક થીમ બનાવવાનો વિચાર આવ્યો હતો. તે વખતે ફ્રેન્કોઈસ ટુર્નામેન્ટનું માર્કેટીંગ સંભાળતો હતો. એ વખતે ફ્રેન્કોઈસે લલિત મોદીને આ માટે સૂચન કર્યું હતું.

‘લલિતે મને આ માટે મંજુરી આપી. સ્ટેડીયમની ઓડીયન્સને કયાં પ્રકારનું મ્યુઝીક ગમે છે તેના પર અમે નજર રાખી. ઓડીયન્સને બોલીવુડ સંગીત પસંદ હોવાનું ધ્યાને આવ્યું હતું. પરંતુ તેમાં પણ કંઈક નવું શું ઉમેરી શકાય? તેવો વિચાર આવ્યો હતો. આ સમયે મને રગ્બીથી જાણીતુ થયેલુ બ્યુગલ યાદ આવ્યું. અને તેના પર પ્રયોગ કરવાનું નકકી કર્યું. તેથી અમે બ્યુગલ રેકોર્ડ કર્યું અને તેને વગાડવાનું શરૂ કર્યું. આશ્ર્ચર્ય રીતે ઓડીયન્સનું રિએકશન ઘણું જ સારું હતું. સાઉથ આફ્રિકામાં થયેલો આ પ્રયોગ પછી આઈપીએલનું હાર્દ બની ગયું.’ તેવું ફ્રેન્કોઈઝે જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement