સતત બીજા પરાજય બાદ ધોનીએ કહ્યું, સાત દિવસમાં કમીને દૂર કરીશ

26 September 2020 01:16 PM
India Sports World
  • સતત બીજા પરાજય બાદ ધોનીએ કહ્યું, સાત દિવસમાં કમીને દૂર કરીશ

બોલરો અને બેટસમેનોના પ્રદર્શન સામે વ્યક્ત કરી નારાજગી

દુબઈ, તા.26
આઈપીએલ-2020ની જીત સાથે શરૂઆત કરનારી ચેન્નાઈ સુપરકિંગ્સે સતત બે પરાજય જોવા પડ્યા છે. દુબઈમાં રમાયેલા મુકાબલામાં તેને દિલ્હી સામે કારમી હાર સહન કરવી પડી છે. આ પહેલાં ધોનીની આગેવાનીવાળી ચેન્નાઈને રાજસ્થાને પણ હરાવી દીધી હતી. સતત બે પરાજય બાદ કેપ્ટન ધોની નારાજ દેખાયો હતો અને તેણે એક મોટા ફેરફારનો સંકેત આપ્યો છે. તે બેટસમોનાના પ્રદર્શનથી પણ નિરાશ દેખાયો અને કહ્યું કે સાત દિવસના વિશ્રામથી તેને ટીમમાં શું કમી છે તે જાણવામાં મદદ મળશે.

ધોનીએ કહ્યું કે મને નથી લાગતું કે આ મેચ અમારા માટે સારો હતો. ઝાકળ નહોતી પરંતુ વિકેટ થોડી ધીમી પડી ગઈ હતી. અમારા બેટિંગ વિભાગમાં થોડી કમી જરૂર દેખાઈ જે દુ:ખદ વાત છે. ધીમી શરૂઆતને કારણે રનરેટ વધી ગઈ હતી જેના કારણે દબાણ પણ વધતું જ ગયું હતું. અમારા આ સમસ્યાનો ઉકેલ લાવવો જ પડશે. ધોનીએ કહ્યું કે અમને આગામી સાત દિવસ સુધી આરામ કરવાની તક મળવાની છે તેથી હવે અમારે સ્પષ્ટ તસવીર સાથે કમબેક કરવું પડશે.

અંબાતી રાયડુ આગલા મેચમાં પરત ફરી રહ્યો હોવાથી ટીમનું સંતુલન સુધરવાનો આશાવાદ ધોનીએ વ્યક્ત કર્યો હતો.ધોનીએ પોતાના બોલરોના પ્રદર્શન અંગે પણ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે જો તમે બોલિંગ વિભાગ ઉપર ધ્યાન આપો તો તેમાં નિરંતરતાનો સતત અભાવ જોવા મળ્યો છે. રાયડુએ આગલા મેચમાં રમવું જોઈએ તો જ અમે એક વધારાના બોલર સાથે ઉતરવા વિશે વિચારી શકીએ.


Related News

Loading...
Advertisement