કરણ જોહરની ધર્મા પ્રોડકશનના નિર્માતા ક્ષિતિજની ડ્રગ્સકાંડમાં અટક : નિવાસેથી પુરાવા મળ્યાં

26 September 2020 12:27 PM
Entertainment India
  • કરણ જોહરની ધર્મા પ્રોડકશનના નિર્માતા ક્ષિતિજની ડ્રગ્સકાંડમાં અટક : નિવાસેથી પુરાવા મળ્યાં

મુંબઈ,તા. 26
બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપુતના આપઘાત કેસ પછી આરંભાયેલી ડ્રગ્સ તપાસમાં નવા-નવા ખુલાસા થઇ રહ્યા છે. જ્યારે ટોચની ફિલ્મ નિર્માતા કંપની ધર્મા પ્રોડકશનના નિર્માતા ક્ષિતિજ પ્રસાદની અટકાયત કરવામાં આવી છે અને તેના આધારે વધુ નવા ધડાકા થવાના સંકેત છે. બોલીવુડના ડ્રગ્સ નેટવર્કની તપાસ કરી રહેલાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ટોચના નિર્માતા કરણ જોહરની કંપની ધર્મા પ્રોડકશનના એક્ઝીક્યુટીવ પ્રોડ્યુસર ક્ષિતિજ પ્રસાદ તથા અનુભવ પ્રસાદને પુછપરછ માટે બોલાવ્યા હતા. અભિનેત્રી રકુલ પ્રિત સિંઘે 2019નીની ડ્રગ પાર્ટી માટે ક્ષિતિજ તથા અનુભવ ચોપરાએ ડ્રગ્સની વ્યવસ્થા કરી હોવાનું કબુલ્યું હોવાની બંનેની પૂછપરછ કરવામાં આવી હતી.

સુત્રોએ એમ કહ્યું છે કે ક્ષિતિજના નિવાસેથી ડ્રગ્સ પણ મળી આવ્યું હતું. જેને પગલે તેની અટક કરવામાં આવી હતી. ક્યારે ધરપકડ કરાશે તે વિશે અધિકારીઓએ ટીપ્પણી કરી ન હતી. પૂછપરછ-તપાસ ચાલુ હોવાનો નિર્દેશ કર્યો હતો. ક્ષિતિજને અટકમાં રખાયો હતો જ્યારે અનુભવ ચોપરાને રાત્રે જવા દેવામાં આવ્યો હતો.

નાર્કોટિક્સ બ્યુરોએ ક્ષિતિજના વરસોવા સ્થિત નિવાસસ્થાને દરોડો પાડ્યો હતો. તેમાંથી હેરફેર સંબંધી પુરાવા મળ્યાના નિર્દેશ છે. બોલીવુડ પાર્ટી માટે ડ્રગ્સ કોણસપ્લાય કરતું ?તેના નામ પણ ક્ષિતિજે આપ્યા હોવાનું બહાર આવ્યું છે. ડ્રગ સપ્લાય કરમજીતસિંઘની ધરપકડ પછી ક્ષિતિજ નાર્કોટિક્સ બ્યુરોના રડારમાં હતો.
કરણ જોહરે જો કે એવી ચોખવટ કરી છેકે ક્ષિતિજ અથવા અનુભવચોપરા સાથે પોતાને કે ધર્મા પ્રોડકશનને કાંઇ લાગતુ વળગતું નથી.


Related News

Loading...
Advertisement