જિંદગીના અંત સુધી ફિલ્મો સાથે રોમાન્સ કરનાર દેવઆનંદનો આજે જન્મદિન

26 September 2020 12:14 PM
Entertainment
  • જિંદગીના અંત સુધી ફિલ્મો સાથે રોમાન્સ કરનાર દેવઆનંદનો આજે જન્મદિન

દેવઆનંદ આજે જીવતા હોત તો 98 વર્ષના હોત

આજે હિન્દી ફિલ્મ ઉદ્યોગના સદાબહાર એકટર દેવ આનંદનો 98મો જન્મદિવસ છે. 26 સપ્ટેમ્બર 1923માં દેવ આનંદનો જન્મ પંજાબમાં ગુરૂદાસપુરમાં થયો હતો. તેમના પિતા પિશોરીલાલ આનંદ જાણીતા વકીલ હતા. દેવ આનંદ ફિલ્મ ઉદ્યોગથી કદાચ પ્રથમ હસ્તી હતા જે દીર્ઘ જીવનના છેલ્લા શ્ર્વાસ સુધી ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય હતા.

વર્ષો સુધી ફિલ્મ ઉદ્યોગમાં સફળની ટોચે રહેનાર દેવઆનંદની ફિલ્મો તેની પાછલી અવસ્થામાં ખાસ નહોતી ચાલતી પણ તેમનું કામ પ્રત્યે, સિનેમા પ્રત્યે એટલું તો આકર્ષણ હતું કે તેઓ નિષ્ફળતા મળવા છતાંયે ફિલ્મો બનાવતા હતા.

દેવઆનંદ ફિલ્મોમાં આવ્યા તે પહેલા તેમના મોટાભાઇ (કે જેઓ પણ મોટા ગજાના ફિલ્મ સર્જક હતા) ચેતન આનંદ ફિલ્મ ઉદ્યોગમાં છવાયેલા હતા. તેમના નાનાભાઇ વિજય આનંદે પણ બાદમાં સફળતાના શિખરો સર કર્યા હતાં. દેવ આનંદને પ્રથમ બ્રેક પ્રભાત ફિલ્મ સ્ટુડિયોના બાબુરાવ પૈએ આપ્યો હતો. આ ફિલ્મ હતી ‘હમ એક હૈ’. ત્યારબાદ દેવ આનંદે ખુદની સંસ્થા નવકેતન સ્થાપી અને સૌ પ્રથમ ગુરૂદત્તને બ્રેક આપી દેવ આનંદે ‘બાઝી’ ફિલ્મનું નિર્માણ કરેલું.

એ પછી તો ખુદની અને અન્ય બેનરની ઢગલા બંધ ફિલ્મોમાં વિદ્યા, થલ, અફવીર જેવી ફિલ્મોમાં કામ કરેલું. સુરૈયા સાથેનું તેમનું પ્રેમ પ્રકરણ ખૂબ ચગેલું. દેવ આનંદની ફિલ્મ કારકિર્દી અનેક ભાગમાં વહેંચાયેલી છે. ‘ગાઇડ’ જેવી તેમની ફિલ્મે તેમને લોકપ્રિયતા અને પ્રતિષ્ઠા અપાવી હતી. જીવનના છેલ્લા દૌરમાં મિ.પ્રાઇમ મિનિસ્ટર જેવી ફિલ્મો બનાવેલી. આ સદાબહાર એકટરનું 3 ડિસેમ્બર 2011ના રોજ લંડનમાં નિધન થયેલું.


Related News

Loading...
Advertisement