મારી પાર્ટીમાં કદી માદક દ્રવ્યોનો ઉપયોગ થયો નથી: કરણ જોહરની સ્પષ્ટતા

26 September 2020 12:13 PM
Entertainment India
  • મારી પાર્ટીમાં કદી માદક દ્રવ્યોનો ઉપયોગ થયો નથી: કરણ જોહરની સ્પષ્ટતા

હું કદી પ્રતિબંધીત દ્રવ્યોના ઉપયોગ કરતો નથી અને તેમાં સંકળાયેલ નથી: કર્મચારી અંગે પણ સ્પષ્ટતા

મુંબઈ: બોલીવુડમાં ચાલતા ડ્રગ-રેકેટમાં થઈ રહેલા ધડાકામાં જાણીતા નિર્માતા-નિર્દેશક કરણ જોહરની પાર્ટીમાં માદક દ્રવ્યોનો પણ નશો થયો હતો તેના પર સ્પષ્ટતા કરતા કરણે કહ્યું કે તા.28 જુલાઈ 2019ની મારી પાર્ટીમાં ડ્રગ અંગે ખોટી અને દ્વેશપૂર્વકની માહિતી ફેલાવાઈ હતી. મે અગાઉ પણ આ અંગે સ્પષ્ટતા કરી જ છે. મારી સામે જે દ્વેશપૂણ ઝુંબેશ રુ થઈ છે. તેમાં મુકાતા આરોપ પૂર્ણ રીતે પાયાવિહોણા છે. મારી પાર્ટીમાં કોઈ માદક દ્રવ્યોનો ઉપયોગ થયો નથી.

હું ફરી એ પણ કહેવા માગું છું કે હું કદી માદક દ્રવ્યોનું સેવન કોઈ રીતે કરતો નથી અને તે માટે કદી કોઈને પ્રોત્સાહીત કે મદદ પણ કરતો નથી. મને મારા કુટુંબને કે ધર્મા પ્રોડકશનને ખોટી રીતે સાંકળી ને બદનક્ષી થઈ છે. કરણ જોહરે અનેક મીડીયા ન્યુઝ ચેનલ ક્ષિતિજ પ્રસાદ અને અનુભવ ચોપરાને મારી નજીક અને સાથીદાર તરીકે દર્શાવી રહ્યા છે પણ હું સ્પષ્ટ કરું છું કે અમો સૌ વ્યક્તિગત રીતે અલગ છીએ અને તેઓ મારા અંગત વર્તુળ કે નજીકના સાથી નથી અને તેમના જે કઈ કૃત્યો હોય તેના માટે હું કે મારુ પ્રોડકશન હાઉસ જવાબદાર નથી.

અનુભવ ચોપરા ધર્મા પ્રોડકશનના કર્મચારી નથી તેઓ ટુંકાગાળા માટે અમારા પ્રોડકશન હાઉસના સેકન્ડ આસી. ડિરેકટર હતા. જયાં ક્ષિતિજ પ્રસાદએ ડેમેટીક એન્ટરટેઈનમેન્ટમાં નવે. 2019થી જોડાય છે.


Related News

Loading...
Advertisement