‘ડૂબ’ એટલે મારીજુઆના પણ રકુલપ્રિત સિંઘે કહ્યું તે ફકત હાથે બનતી સિગારેટની જ વાત કરતી હતી

26 September 2020 12:11 PM
Entertainment India
  • ‘ડૂબ’ એટલે મારીજુઆના પણ રકુલપ્રિત સિંઘે કહ્યું તે ફકત હાથે બનતી સિગારેટની જ વાત કરતી હતી

સુશાંત આત્મહત્યા કેસમાં ડ્રગ એંગલની તપાસ : બોલીવુડમાં મારીજુએના માટે ‘ડૂબ’ શબ્દનો ઉપયોગ થાય છે: દિપિકાની સેક્રેટરી કરીશ્માએ પણ સિગારેટની જ વાત હોવાનું જણાવ્યું હતું: નાર્કોટીક પુછપરછમાં જાહેર

મુંબઈ:
અભિનેતા સુશાંતસિંઘ રાજપૂત આત્મહત્યા કેસમાં ફિલ્મી દુનિયામાં ડ્રગ એંગલની તપાસ ચલાવી રહેલા નાર્કોટીક કંટ્રોલ બ્યુરો સમક્ષની પુછપરછમાં અભિનેત્રી કમ મોડેલ રકુલપ્રિત સિંઘે એક નવા શબ્દનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે તેની ચેટમાં જે ‘ડૂબ’ શબ્દનો ઉપયોગ થયો છે તે કોઈ માદક દ્રવ્યના પદાર્થ માટે નથી પણ જાતે બનાવેલી સિગારેટની સ્ટીક માટે હતો. કોઈ પ્રતિબંધાત્મક ડ્રગની વાત ન હતી. બોલીવુડમાં ‘ડૂબ’ શબ્દનો ઉપયોગ થાય છે અને રેહા સાથેની વોટસએપ ચેટમાં રકુલપ્રિત સિંઘે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો.

રીયા ચક્રવર્તીએ ‘ડૂબ’ ઉપલબ્ધ છે તેવો પ્રશ્ન પૂછતા રકુલે તે પોતાની પાસે ઘરે હોવાનું જણાવ્યું હતું. જો કે તપાસ અધિકારી કહે છે કે રેહા ચક્રવર્તીએ ‘ડૂબ’ શબ્દનો ઉપયોગ મારી જુએના માટે થાય છે તેવું કહ્યું હતું.

હિન્દી-તામિલ-તેલુગુ વિ. ફિલ્મોમાં કામ કરે છે અને તેણે પુછપરછમાં કહ્યું કે આ ચેટ ઘણી જુની છે. વર્ષોથી તેણે રીયા સાથે કોઈ કડી નથી અને કોઈપણ પ્રકારના માદક દ્રવ્યના ઉપયોગ કે ખરીદીમાં સંડોવાઈ નથી. સૂત્રોના જણાવ્યા મુજબ રકુલને હજું કોઈ ગુન્હાહીત પ્રવૃતિ સાથે સાંકળી શકાય તેવા પુરાવા નથી. બોલીવુડ અભિનેત્રી જયા સહાના વેટસએપમાં જે ગ્રુપ છે તેની એડમીન દિપિકા મુદે તે કરીશ્મા-પ્રકાશમાં છે અને તેમાં પણ ‘ડૂબ’નો ઉલ્લેખ છે. દિપિકાની મેનેજર કરીશ્માએ પણ ‘ડૂબ’ એટલે હાથથી બનાવાતી તંબાકુ વાળી સ્ટીકનો ઉલ્લેખ કર્યો હતો.

હવે આજે તેની અને દિપિકા ને સામસામા રાખીને પુછપરછ જાહેર થશે તો હવે કરણ જોહરના પ્રોડકશન હાઉસ ધર્મા પ્રોડકશનની આસપાસ પણ તપાસ કેન્દ્રીત થઈ છે. જયાં એકઝીકયુટીવ પ્રોડયુસર કે.રવિપ્રસાદના ઘરેથી તેને પુછપરછ માટે લઈ જવાયા હતા. એક ડ્રગ એડલર અંકુશ વર્નેરેજા ની પુછપરછમાં ધર્મા પ્રોડકશન હાઉસ સુધી તપાસ ગઈ છે.


Related News

Loading...
Advertisement