રાજકોટ-જામનગર જિલ્લામાં કોરોના હજુ સ્ફોટક : વધુ 262 પોઝીટીવ કેસ

26 September 2020 11:46 AM
kutch Rajkot Saurashtra
  • રાજકોટ-જામનગર જિલ્લામાં કોરોના હજુ સ્ફોટક : વધુ 262 પોઝીટીવ કેસ

સૌરાષ્ટ્ર-કચ્છમાં વધુ નવા 491 પોઝીટીવ કેસ : પોરબંદર-દ્વારકામાં ઘટાડો : છેલ્લા 24 કલાકમાં રાજકોટ 148, જામનગર 114, ભાવનગર 45, અમરેલી 34, જૂનાગઢ 33, સુરેન્દ્રનગર 28, મોરબી 25, બોટાદ 10, ગીર સોમનાથ 11, દ્વારકા 9, પોરબંદર 4 અને કચ્છ 30 કેસ સહિત રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર પોરબંદર જિલ્લામાં દર્દીઓના મોત નોંધાયા

રાજકોટ તા.26
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના વાઇરસનાં સંક્રમણ હજુ યથાવત છે તો બીજી તરફ મૃત્યુદરમાં ઘટાડો થતા રાહત છે. કોરોનાના ડરથી અનેક લોકો ટેસ્ટીંગથી દૂર રહેતા હતા. પરંતુ હવે કોરોના સામે લડવા આરોગ્યની કાળજી સાથે ટેસ્ટીંગ કરાવી રહ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્રભરમાં હજુ રાજકોટ અને જામનગર જિલ્લામાં 100ને પાર કેસ નોંધાઇ રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા કેસોમાં હજુ રાજકોટ જિલ્લો મોખરે રહ્યો છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ 148, જામનગર 114, ભાવનગર 45, અમરેલી 34, જૂનાગઢ 33, સુરેન્દ્રનગર 28, મોરબી 25, બોટાદ 10, ગીર સોમનાથ 11, દ્વારકા 9, પોરબંદર 4 અને કચ્છ 30 મળી વધુ 491 પોઝીટીવ કેસ નોંધાયા છે. રાજકોટ 12, સુરેન્દ્રનગર-પોરબંદર 1 દર્દીનું મોત નોંધાયું છે.

રાજકોટ
રાજકોટ જિલ્લામાં વધુ નવા 148 પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેમાં રાજકોટ-શહેર 111 અને તાલુકા ગ્રામ્ય 37 પોઝીટીવ કેસ નોંધાયા વધુ 111 કેસ સાથે શહેરનો કુલ પોઝીટીવ આંક 5656 અને ગ્રામ્યના વળુ 37 કેસ સાથે કુલ આંક 2696 પર પહોંચ્યો છે. જિલ્લાનો કુલ આંક 8352 નોંધાયો છે. હાલ 449 દર્દીઓ સારવાર હેઠળ છે. 184 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. જિલ્લાનો પોઝીટીવ રેટ 2.85 ટકા અને રિકવરી રેટ 79.3 ટકા નોંધાયો છે.

ગીર સોમનાથ
ગીર સોમનાથ જીલ્લોના પાંચ તાલુકામાંથી 11 જેટલા કોરોનાના પોઝીટીવ કેસો આવેલ છે જયારે સારવાર હેઠળના 9 દર્દીઓ સ્વાસ્થક થતા ડીસ્ચા ર્જ કરાયા છે. જીલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક 1364 પર પહોંચેલ છે.

ગીર સોમનાથ જીલ્લોના પાંચ તાલુકાઓમાંથી 11 પોઝીટીવ કેસો આવેલ છે જેમાં વેરાવળના - 3, સુત્રાપાડાના - 2, કોડીનારના - 2, ઉનાના - 1, તાલાલાના - 2 અને અન્ય જીલ્લાના 1 મળી કુલ 11 પોઝીટીવ દર્દીઓ આવેલ છે. જયારે સારવાર હેઠળના વેરાવળના 1, સુત્રાપાડાના 1, કોડીનારના 3, તાલાલાના 2 મળી કુલ 9 દર્દીઓ સ્વેસ્થવ થતા ડીસ્ચાર્જ કરી દેવાયેલ છે.

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 28 પોઝીટીવ કેસ નોંધાયા છે. મૂળી તાલુકાના વિરપર-3 અને લખતર-5 પોઝીટીવ કેસ નોંધાયા હતા. બીજી તરફ સાયલાના એક કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થયું હતું.

પોરબંદર
પોરબંદર જિલ્લામાં નવા 4 પોઝીટીવ કેસ નોંધાયા છે. જિલ્લાનો કુલ આંક 639 થયો છે. હાલ 54 દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લાનો કુલ મૃત્યુઆંક 60 પર પહોંચ્યો છે.

ભાવનગર
ભાવનગર જિલ્લામા વધુ 45 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 3,991 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા 18 પુરૂષ અને 11 સ્ત્રી મળી કુલ 29 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના ભંડારીયા ગામ ખાતે 1, ભાવનગર તાલુકાના ગુંદી ગામ ખાતે 1, ભાવનગર તાલુકાના ખડસલીયા ગામ ખાતે 1, મહુવા ખાતે 6, સિહોર ખાતે 1, તળાજા ખાતે 1, તળાજા તાલુકાના દિહોર ગામ ખાતે 1, તળાજા તાલુકાના છાપરી ગામ ખાતે 1, ઉમરાળા તાલુકાના ટીંબી ગામ ખાતે 1, વલ્લભીપુર તાલુકાના ખેતા ટીંબી ગામ ખાતે 1 તેમજ વલ્લભીપુર તાલુકાના પાટણા ગામ ખાતે 1 કેસ મળી કુલ 16 લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના 34 અને તાલુકાઓના 5 એમ કુલ 39 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જિલ્લામા નોંધાયેલા 3,991 કેસ પૈકી હાલ 382 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 3,538 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 64 દર્દીઓનુ અવસાન થયેલ છે.

જૂનાગઢ
જૂનાગઢ જિલ્લા અને શહેરમાં કોરોનાના કેસ યથાવત રીતે 36 અને 38 વચ્ચે રોજબરોજ રેકર્ડ ઉપર નોંધાય રહ્યા છે. ગઇકાલે પણ 33 કોરોના સંક્રમીત કેસમાં જૂનાગઢમાં 16, વંથલીમાં 7, જૂનાગઢમાં 3, કેશોદ, માંગરોળ, મેંદરડામાં બબ્બે અને ભેંસાણમાં એક કેસ નોંધાયો હતો.જૂનાગઢ સિટીમાં 10 કોરોના દર્દીઓ સહિત કુલ 38ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. જેમાં કેશોદમાં 6, માણાવદર 5, ભેસાણ,માળીયામાં ચાર ચાર, મેંદરડા-3, જૂનાગઢ માંગરોળમાં બબ્બે અને વિસાવદર, વંથલીમાં એક એકનો સમાવેશ થાય છે.

અમરેલી જિલ્લામાં કોરોનાના કેસ છુપાવવા તંત્રનો ખેલ : યાદી જાહેર થઇ નહી
અમરેલી જિલ્લામાં ટેકનીકલ કારણોસર કોરોના દર્દીની યાદી જાહેર ન થઇ આજે થાય તેવુ આશ્વાસન આપવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 100 દિવસથી કોરોનાના પોઝીટીવ દર્દીઓની નામની યાદી દરરોજ જાહેર કરવામાં આવી રહી છે અને આજે સૌ પ્રથમ વખત ટેકનીકલ કારણોસર યાદી જાહેર કરવામાં આવી નથી અને આવતીકાલ શનિવારે સાંજે 2 દિવસની યાદી જાહેર કરવાનું આશ્વાસન આપવામાં આવેલ છે.


Related News

Loading...
Advertisement