કોરોનાએ રાજ્ય સરકારની તિજોરી છલકાવી : એકલા પોલીસ વિભાગે 15 જૂનથી 24 સપ્ટેમ્બર સુધીમાં નિયમ ભંગ બદલ 52.35 કરોડનો દંડ વસુલ્યો

26 September 2020 11:18 AM
Ahmedabad Gujarat
  • કોરોનાએ રાજ્ય સરકારની તિજોરી છલકાવી : એકલા પોલીસ વિભાગે 15 જૂનથી 24 સપ્ટેમ્બર સુધીમાં નિયમ ભંગ બદલ 52.35 કરોડનો દંડ વસુલ્યો
  • કોરોનાએ રાજ્ય સરકારની તિજોરી છલકાવી : એકલા પોલીસ વિભાગે 15 જૂનથી 24 સપ્ટેમ્બર સુધીમાં નિયમ ભંગ બદલ 52.35 કરોડનો દંડ વસુલ્યો

ગઈકાલે ગુજરાત પોલીસે માસ્કન ન પહેરનાર અને જાહેરમાં થુંકનાર 6,179 વ્યક્તિઓને દંડ કરી 61.49 લાખ ઉઘરાવ્યાં

રાજકોટ
કોરોના મહામારીએ રાજ્ય સરકારની તિજોરી છલકાવી હોય તેમ એકલા પોલીસ વિભાગે 15 જૂનથી 24 સપ્ટેમ્બર સુધીમાં 17.25 લાખથી વધુ લોકોને નિયમ ભંગ બદલ દંડ કરી રૂ. 52.35 કરોડ વસુલ કર્યા છે. ગઈકાલે એક જ દિવસમાં ગુજરાત પોલીસે માસ્કન ન પહેરનાર અને જાહેરમાં થુંકનાર 6,179 વ્યક્તિઓને દંડ કરી 61.49 લાખ ઉઘરાવ્યાં હતા.

ગુજરાત IG અને DG ઓફિસ ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલી એક યાદીમાં જણાવ્યા મુજબ લોકડાઉન અને ત્યારબાદ અનલોકમાં પણ કોરોના સંક્રમણ અટકાવવા રાજ્યના પોલીસ વિભાગ દ્વારા અસરકારક કામગીરી કરાઈ છે. પોલીસે ભારત સરકારના ગૃહમંત્રાલય દ્વારા ધી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 ની કલમ 6 ( 2 ) ( B ) અંતર્ગત સમય સમય પર મળેલી સૂચનાઓ અને માર્ગદર્શિકાઓ મુજબ તેમજ રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ધી ગુજરાત એપેડેમીક ડિઝાઇઝ કોવિડ 19 રેગ્યુલેશન 2020 તેમજ જાહેરનામા અંતર્ગત સુચનોનો ઉલ્લંઘન કરનાર સામે પગલાં લીધા હતા.

રાજ્યના પોલીસ વડા આશીષ ભાટિયાના આદેશ અનુસાર રાજયના તમામ શહેર, જીલ્લાના જાહેર સ્થળો, ફરજના સ્થળો અને પરિવહન વખતે માસ્ક ન પહેરવા અંગે તથા જાહેરમાં થુંકવા બાબતે દંડ વસૂલવાના નિયમનો ચુસ્તપણે અમલ કરવામાં આવ્યો હતો. જેમાં ગઈકાલે તા. 24 સપ્ટેમ્બરના રોજ 6,179 લોકોને દંડ કરી 61,49,500 ની રકમ વસુલ કરવામાં આવી હતી. ગત તા. 15 જૂન થી તા. 24 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના જુદા - જુદા શહેર અને જિલ્લામાં કુલ 17,25,877 વ્યક્તિ પાસેથી દંડ પેટે રૂ. 52,35,61,800 વસુલવામાં આવ્યા હતા. પોલીસ મહાનિરીક્ષક નરસિમ્હા કોમાર દ્વારા આ માહિતી જાહેર કરાઇ હતી.


Related News

Loading...
Advertisement