પડધરીના ખોડાપીપરમાં શ્રમિક યુવાન ઝેરી દવા ગટગટાવી લેતા સારવારમાં

26 September 2020 10:53 AM
Rajkot Saurashtra
  • પડધરીના ખોડાપીપરમાં શ્રમિક યુવાન ઝેરી દવા ગટગટાવી લેતા સારવારમાં

ટંકારાના વીરવાવની પરિણીતા ઘઉંમાં નાખવાની દવા પી જતાં હોસ્પિટલ બિછાને

રાજકોટ તા. ર6
પડધરીનાં ખોડાપીપરમાં વાડીએ મજુરીકામ કરતા શ્રમિકે ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયો હતો.

બનાવની વિગતો અનુસાર ખોડાપીપર ગામે રહેતા દિનેશભાઇ નાંદુભાઇ મેળા (ઉ.વ. 40) નામનો યુવાન જગદીશભાઇ પીપળીયાની વાડીએ દવા છાંટતો હતો ત્યારે અચાનક દવાની ઝેરી અસર થતાં તેને સિવિલમાં ખસેડાયો હતો. જો કે ઝેરી દવા પીધી હતી કે ઝેરી અસર થઇ છે. એ મામલે પડધરી પોલીસે તપાસ કરી રહી છે. પોતે ચાર ભાઇમાં વચેટ અને તેમને સંતાનમાં પાંચ પુત્રો હોવાનું જાણવા મળી રહયું છે. તેઓ મુળ બાબરાનાં વતની છે. હાલ અહીંયા ખેતમજુરી કરે છે.

અન્ય બનાવમાં ટંકારાનાં વિરવાવમાં રહેતા હેતલબા રવિરાજસિંહ જાડેજા (ઉ.વ. ર8) નામના પરિણીતાએ ઘઉંમાં નાખવાની દવા પી જતાં અત્રેની સિવિલમાં ખસેડાયા હતા. તેમના લગ્નને છ વર્ષ થયા છે. અને તેને સંતાનમાં બે દીકરી છે. કારણ અંગે હોસ્પિટલ ચોકીનાં સ્ટાફે કાર્યવાહી આદરી છે.


Related News

Loading...
Advertisement