કલિકુંડ જૈનતીર્થના સાઘ્વીજીશ્રી સોહનયશાશ્રીજી મ. કાળધર્મ પામ્યા

26 September 2020 10:49 AM
Rajkot Saurashtra
  • કલિકુંડ જૈનતીર્થના સાઘ્વીજીશ્રી સોહનયશાશ્રીજી મ. કાળધર્મ પામ્યા

રાજકોટ, તા. 26
કલિકુંડ તીર્થોઘ્ધારક પૂ. આ.ભ.શ્રી રાજેન્દ્રસૂરીજી મહારાજના આજીવન ચરણોપાસક ગચ્છાધિપતિ પૂ. આ.ભ.શ્રી રાજશેખરસૂરીજી મ.ના આજ્ઞાનુવર્તી વયસ્થવિર, પર્યાય સ્થવીર પ્રવર્તીની, માતૃહૃદયા પૂ. સાઘ્વીજી ભગવંત શ્રી સોહનયશાશ્રીજી મ. તા. રપના શુક્રવારે સાંજે 4.35 કલાકે કલિકુંડ તીર્થ ખાતે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે.

ગઇકાલે સાંજે તેમની અંતિમયાત્રા નીકળી હતી અને અંતિમ વિધિ કરવામાં આવી હતી. પૂ. સા. શ્રી સોહનયશાશ્રીજી મ.ની વય 84 વર્ષની હતી અને 72 વર્ષનો સંયમ પર્યાય હતો. તેમ વસ્તુપાલ-તેજપાલ જૈન તીર્થ પેઢી-કલિકુંડની યાદીમાં જણાવાયુ છે.


Related News

Loading...
Advertisement