બિહારમાં ચૂંટણી જાહેર થતા જ રાજકીય ગરમી: પાસવાનના પક્ષે નિતીશકુમાર સામે મોરચો ખોલ્યો

25 September 2020 05:55 PM
India Politics
  • બિહારમાં ચૂંટણી જાહેર થતા જ રાજકીય ગરમી: પાસવાનના પક્ષે નિતીશકુમાર સામે મોરચો ખોલ્યો

ચિરાગ પાસવાનને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવા માંગ: રાજદના મહાગઠબંધનમાં પણ કુપવાહાનો બળવો

નવી દિલ્હી
દેશમાં કોરોના કાળ વચ્ચે યોજાનારી ધારાસભાની બિહારની ચૂંટણીમાં આજે કાર્યક્રમ જાહેર થયો છે તે સાથે જ રાજયમાં રાજકીય ગતિવિધિ પણ તેજ બની છે. મુખ્યમંત્રી નીતીશકુમારના નેતૃત્વમાં જનતાદળ (યુ) અને ભાજપ ચૂંટણી લડશે પણ એનડીએના એક સાથીદાર જનશક્તિ પાર્ટી (એલજેપી) એ મુખ્યમંત્રી નિતીશકુમારને નિશાન બનાવતા તેઓ નિર્દોષ બની ગયા હોવાનું તથા એલજેપીના વડા રામવિલાસ પાસવાન હોસ્પીટલમાં ગંભીર સ્થિતિમાં સારવાર લઈ રહ્યા હોવા છતાં તેઓ ચિરાગ પાસવાન વિ. ની આકરી ટીકા કરે છે.

ગઈકાલે જનતાદળ (યુ)ના એક નેતાએ એવું વિધાન કર્યુ હતું કે નિતીશકુમાર સામે ચિરાગ પાસવાન બચ્યું છે. બિહારની 243 બેઠકોમાં જનતાદળ (યુ) અને ભાજપ મહતમ બેઠકો લડવા માંગે છે. જયારે એલજેપીને 20-25 બેઠકો જ ઓફર થઈ છે.

પણ આજે લોક જનશક્તિ પાર્ટીએ ચીરાગ પાસવાન ને મુખ્યમંત્રી પદના ચહેરા બનાવવા અને તેમના પક્ષને 145 બેઠકો લડવા માટે ફાળવવાની માંગ કરતા નવો વિચાર સર્જાયો છે. એનડીએમાં પુર્વ મુખ્યમંત્રી જીતેન મોજીના પક્ષની એન્ટ્રીથી પાસવાનની મુશ્કેલી વધી છે. બન્નેની વોટબેન્ક એક જ હોવાથી લોક જનશક્તિ પાર્ટીએ અલગથી લડવાની પણ તૈયારી કરી છે

અને નિતીશકુમારને નિશાન બનાવ્યા હતા. બીજી તરફ મહાગઠબંધનમાં લાલુપ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતાદળ એ કોંગ્રેસ બન્ને બહુમતી બેઠકો લડશે તેવા સંકેત આપતા આ જોડાણના એક પક્ષના નેતા ભુપેન્દ્ર કુનવાહા એ પણ મહાગઠબંધન છોડવા જાહેરાત કરી છે. આમ બિહારમાં આગામી દિવસોમાં રાજકીય સમીકરણો ફરી શકે છે.


Related News

Loading...
Advertisement