કોરોનાથી સાજા થયા પછી પણ મહિલાઓમાં લાંબા સમય સુધી અસર રહેતી હોય છે

25 September 2020 05:34 PM
India Woman
  • કોરોનાથી સાજા થયા પછી પણ મહિલાઓમાં લાંબા સમય સુધી અસર રહેતી હોય છે

પુરુષોની તુલનામાં મહિલાઓની થાકની ફરિયાદો વધુ: આયરીશ સંશોધનમાં ખુલાસો

નવી દિલ્હી તા.25
કોરોના વાયરસથી સ્વસ્થ થઈ ગયા બાદ પણ મહિલાઓમાં લાંબા સમય સુધી કોરોનાના લક્ષણો ખતરો રહે છે. સંશોધનમાં બહાર આવેલી વિગત મુજબ સારવાર છતાં મહિલાઓએ થાકનો સામનો કરવો પડયો હતો. કોઈ અન્ય બીમારીની જેમ કોરોના વાઈરસ પણ લોકોને અલગ રીતે અસર કરે છે, આની પાછળ એક એવા પરિબળો હોય છે જે નકકી કરે છે કે કોને વાઈરસ સંક્રમણને વધારે ખતરો છે, વય, ઈમ્યુનીટી, જૂનો રોગ આ બધા પરિબળો વાયરસ પ્રત્યે વધારે સંવેદનશીલ હોય છે, ત્યાં સુધી કે જાતિ પણ આ કડીમાં જોડાઈ છે.

નવા સંશોધન મુજબ પુરુષોની તુલનામાં મહિલાઓના બીમારીથી ઠીક થયા પછી પણ કોરોના-19ના ખાસ લક્ષણો સાથે વધારે ઝઝૂમવું પડયું છે. આઈરીશ સંશોધનમાંથી જાણવા મળ્યું છે કે મહિલાઓને કોવિડ 19થી સ્વસ્થ થયા બાદ લાંબા સમય સુધી થાકની સમસ્યા રહી હતી. આયર્લેન્ડના સંશોધકોએ 128 કોરોના પોઝીટીવ દર્દીઓ પર અધ્યયન કર્યું હતું, જેમાં એવી વિગત બહાર આવી હતી કે મહિલાઓનો આ પાક બીમારીનું પરિણામ હતા.

સંશોધનમાં એ પણ વિગત બહાર આવી હતી કે કોરોના સંક્રમણથી ઠીક થયેલા અડધાથી વધુ લોકોએ લગભગ 10 સપ્તાહ સુધી થાકની ફરિયાદ કરી હતી. જેમાં પુરુષોની તુલનામાં મહિલાઓ વધુ હતી.

રૂપ બદલતો વાઈરસ વધુ ખતરનાક
હ્યુસ્ટનના વૈજ્ઞાનિકોએ પાંચ હજાર દર્દીઓમાં વાઈરસના જેનેટિક સિકવેન્સનું અધ્યયન કર્યા બાદ દાવો કર્યો છે કે વાઈરસ સતત રૂપ બદલી રહ્યો છે, જે તેને વધુ ખતરનાક બનાવી રહ્યો છે. લગભગ 99 ટકા સેમ્પલમાં આ પરિવર્તન જોવા મળ્યું છે. વૈજ્ઞાનિકોના અનુસાર આ રૂપ વધારે સંક્રામક છે. માનવામાં આવે છે કે કોરોનાની બીજી લહેર વધારે ખતરનાક રહેશે. વૈજ્ઞાનિકોને અનુસાર હ્યુસ્ટન અને આસપાસની જગ્યાઓ પર વાઈરસ ડી617જી મ્યુટેશન જોવા મળ્યું હતું.


Related News

Loading...
Advertisement