બિહારમાં તા. 28 ઓક્ટોબરથી ત્રણ તબક્કે મતદાન : 10 નવેમ્બરે પરિણામ

25 September 2020 03:32 PM
India Politics
  • બિહારમાં તા. 28 ઓક્ટોબરથી ત્રણ તબક્કે મતદાન : 10 નવેમ્બરે પરિણામ

દેશમાં રાજકીય વાતાવરણને મહત્વપૂર્ણ દિશા આપી શકતી કોરોના કાળની પ્રથમ ચૂંટણી જાહેર: રાજ્યમાં તા. 28 ઓક્ટોબર, 3 તથા 7 નવેમ્બરે 243 બેઠકો માટે મતદાન થશે : 7 કરોડથી વધુ મતદારો માટે ચૂંટણી પંચ દ્વારા વ્યવસ્થા જાહેર કરાઈ

નવી દિલ્હી,તા. 25
દેશમાં રાજકીય વાતાવરણને વેગ આપતા ચૂંટણી પંચે આજે બિહારમાં 243 સભ્યોની વિધાનસભા બેઠકની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે અને રાજ્યમાં તા. 28 ઓક્ટોબરથી 7 નવેમ્બર વચ્ચે ત્રણ તબક્કામાં મતદાન યોજાશે. અને તા. 10 નવેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી સુનિલ અરોરાએ આજે બિહારના ચૂંટણી કાર્યક્રમોની જાહેરાત કરી છે.

પ્રથમ ચરણમાં રાજ્યની 71 બેઠકો પર તા.28 ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે, બીજા તબક્કામાં તા. 3 નવેમ્બરે 94 બેઠકો પર મતદાન થશે અને ત્રીજા તબક્કામાં તા. 7 નવેમ્બરના રોજ 78 બેઠકો પર મતદાન કરવામાં આવશે. અને તા. 10 નવેમ્બરે ચૂંટણી પરિણામ જાહેર થશે.

મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ આજે આ કાર્યક્રમ કરતાં જણાવ્યું કે મહત્તમ કોરોના સાવધાની વચ્ચે પંચે આ કાર્યક્રમ જાહેર કર્યો છે. જો કે 2015માં બિહારમાં પાંચ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી તેના બદલે 2020માં ફક્ત ત્રણ તબક્કામાં રાજ્યમાં ચૂંટણી સમેટી લેવામાં આવશે.

બિહાર વિધાનસભાની મુદત 29 નવેમ્બરે પૂરી થઇ રહી છે અને તે પહેલા રાજ્યમાં નવી વિધાનસભાની ચૂંટણી યોજાઈ જશે. ચૂંટણી પંચે આજે કાર્યક્રમની સાથે જ ચૂંટણીમાં જે કાંઇ સાવધાની રાખવાની છે તેની પણ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે સમગ્ર ચૂંટણીમાં પંચ કોરોનાનું સૌથી મોટી ચિંતા કરશે અને અમો તેના માટે સતત ચિંતિત છીએ.

ગુજરાત સહિતની પેટાચૂંટણીઓ અંગે તા. 29ના નિર્ણય
પંચે હાલ બિહારનો જ કાર્યક્રમ જાહેર કર્યો
બિહારનો ચૂંટણી કાર્યક્રમ જાહેર થઇ ગયો છે પરંતુ ગુજરાત સહિતના રાજ્યોમાં વિધાનસભાની જે પેટાચૂંટણી છે તેમાં ચૂંટણી યોજવા અંગે પંચ દ્વારા 29 સપ્ટેમ્બરના રોજ બેઠક બોલાવવામાં આવી છે અને તેમાં પેટાચૂંટણી યોજવા અંગે નિર્ણય લેવાશે અને તારીખ જાહેર કરાશે. આજે બિહારની ચૂંટણી સાથે રાજ્યમાં 8 અને દેશભરમાં 64 ધારાસભા બેઠકોની પેટાચૂંટણીઓ માટે તારીખો જાહેર થશે તેવી શક્યતા દર્શાવાતી હતી પરંતુ ચૂંટણી પંચે હાલ ફક્ત બિહાર પર ધ્યાન ેક્ધદ્રીત કર્યુ છે. જો કે બિહારની વાલ્મીકીનગરની લોકસભાની એક બેઠકની પેટાચૂંટણી યોજાશે અને તે જે તે વિસ્તારના મતદાન સાથે ચૂંટણી પંચ મતદાન કરાવી લેશે.


Related News

Loading...
Advertisement