બિહાર વિધાનસભા- ગુજરાત પેટાચૂંટણીની તારીખો જાહેર

25 September 2020 11:20 AM
Gujarat India Politics
  • બિહાર વિધાનસભા- ગુજરાત પેટાચૂંટણીની તારીખો જાહેર

આજે રાજકીય પડઘમ વગાડવા લીલીઝંડી આપશે ચૂંટણી પંચ: બિહારની 243 બેઠકોની વિધાનસભા ઉપરાંત ગુજરાતની 8 સહિત 64 ધારાસભા, 1 લોકસભા પેટાચૂંટણીની તારીખો માટે પંચની પત્રકાર પરિષદ: જબરો જંગ જામશે

નવી દિલ્હી: દેશમાં કોરોનાના સંક્રમણની સર્વોચ્ચ સ્થિતિ વચ્ચે પણ હવે ‘ન્યુ નોર્મલ’ તરીકે વિધાનસભા સહિતની ચૂંટણીઓ યોજાવાની તૈયારી છે જેમાં આજે બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરાશે. ચૂંટણી પંચ દ્વારા આજે બપોરે 12.30 કલાકે એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું છે.

જેમાં બિહારની 243 બેઠકોની વિધાનસભા ચૂંટણીઓ ઉપરાંત ગુજરાતની આઠ સહિત દેશના અનેક રાજયોની ધારાસભા પેટા ચૂંટણીઓની તારીખો પણ જાહેર થશે. તાજેતરમાં કોરોના સંક્રમણમાં કર્ણાટકના બે સાંસદોના નિધન થયા છે તે લોકસભા બેઠકોની પણ પેટાચૂંટણી યોજાઈ શકે છે. બિહારમાં હાલની નિતીશકુમારના નેતૃત્વ હેઠળની એન.ડી.એ. સરકારનો આ ‘એસીડ-ટેસ્ટ’ છે.

હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈ કોન્ફરન્સ તથા ઈ-સમારોહ મારફત બિહાર માટે હજારો કરોડની યોજનાઓ જાહેર કરી હતી અને લોકાર્પણ પણ કર્યા હતા. રાજયમાં 243 બેઠકોના આ જંગમાં એક તરફ નીતીશકુમારના નેતૃત્વમાં જનતાદળ (યુ) ભાજપ મુખ્ય સાથીદાર પક્ષ છે અને હવે ગઠબંધનના અન્ય પક્ષો લોકજનશક્તિ પાર્ટી હવે બેઠક સમજુતી મુદે અસંતોષ ધરાવે છે અને તે આગામી દિવસો એન.ડી.એ. સાથે રહેશે કે કેમ તેના પર નિર્ણય લેશે તો રાષ્ટ્રીય જનતાદળ (આરજેડી)ના નેતૃત્વમાં મહાગઠબંધનની તૈયારી છે પણ તેનું ચિત્ર હજુ સ્પષ્ટ નથી.

બિહારમાં આગામી દિવસોમાં રાજકીય સમીકરણો પણ બદલી શકે છે. બિહારમાં તા.29 નવે. પુર્વે નવી વિધાનસભાની ચૂંટણીમાં સંપન્ન થાય તે બંધારણીય આવશ્યકતા છે અને 65 વિધાનસભા બેઠકોમાં ગુજરાતની 8 ઉપરાંત મધ્યપ્રદેશની 26 બેઠકોની પેટાચૂંટણી મહત્વની છે. જયાં ભાજપની શિવરાજ સરકારનું ભાવી આ પરિણામો પર છે અને ત્યાં જયોતીરાદીત્ય સિંધીયાનું રાજકીય ભાવી પણ નિશ્ચિત થશે.


Related News

Loading...
Advertisement