રાજ્યમાં હળવો પડતો કોરોના, આજે નવા ૧૩૭૨ કેસ, ૧૨૮૯ દર્દી સાજા થયા

24 September 2020 01:14 AM
Gujarat
  • રાજ્યમાં હળવો પડતો કોરોના, આજે નવા ૧૩૭૨ કેસ, ૧૨૮૯ દર્દી સાજા થયા

આજે ૧૫ દર્દીના મોત સાથે કુલ મૃત્યુ આંક ૩૩૭૦ થયો

રાજકોટઃ
ગુજરાતમાં કોરોના હળવો પડતો જણાયો છે. છેલ્લા છએક દિવસથી દરરોજ 1400 થી વધુ કેસ નોંધાયા હતા. ત્યારે આજે નવા ૧૩૭૨ પોઝીટીવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા ર૪ કલાકમાં ૧૫ દર્દીઓના મૃત્યુ થયા છે, જ્યારે ૧૨૮૯ દર્દીઓ સાજા થયા છે. હાલ ૮૬ દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે ૧૬૩૮૪ દર્દીઓ સ્ટેબલ છે, કુલ મૃત્યુઆંક ૩૩૭૦ તથા કુલ પોઝીટીવ કેસનો આંક ૧૨૭૫૪૧ પર પહોંચ્યો છે.

જિલ્લા વાઇઝ નોંધાયેલા કેસોની સંખ્યા

સુરત ૨૯૪
અમદાવાદ ૧૮૫
રાજકોટ ૧૪૧
વડોદરા ૧૩૪
જામનગર ૯૪
બનાસકાંઠા ૫૧
મહેસાણા ૪૫
ગાંધીનગર ૩૮
જૂનાગઢ ૩૮
ભાવનગર ૩૭
અમરેલી ૨૭
કચ્છ ૨૭
પંચમહાલ ૨૭
મોરબી ૨૬
ભરૂચ ૨૨
પાટણ ૨૨
સુરેન્દ્રનગર રર
સાબરકાંઠા ૧૮
ખેડા ૧૪
ગીર સોમનાથ ૧૩
મહિસાગર ૧૩
દાહોદ ૧૨
નર્મદા ૧૧
બોટાદ ૯
અરવલ્લી ૮
દેવભૂમિ દ્વારકા ૮
આણંદ ૭
પોરબંદર ૭
તાપી ૭
વલસાડ ૭
છોટા ઉદેપુર ૫
નવસારી ૩.


Related News

Loading...
Advertisement