કોરોના સંક્રમિત કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી સુરેશ અંગડીનું અવસાન, PM મોદીએ ટ્વિટ કરી દુઃખની લાગણી વ્યક્ત કરી

24 September 2020 01:12 AM
India
  • કોરોના સંક્રમિત કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી સુરેશ અંગડીનું અવસાન, PM મોદીએ ટ્વિટ કરી દુઃખની લાગણી વ્યક્ત કરી
  • કોરોના સંક્રમિત કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી સુરેશ અંગડીનું અવસાન, PM મોદીએ ટ્વિટ કરી દુઃખની લાગણી વ્યક્ત કરી

અંગડી 11 સપ્ટેમ્બરથી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ હતા, કોરોનાથી મૃત્યુ પામનાર મોદી સરકારના પ્રથમ મંત્રી

દિલ્હીઃ
કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી સુરેશ અંગડીનું આજે કોરોનાની સારવાર દરમિયાન અવસાન થયું છે. 65 વર્ષીય અંગડીને 11 સપ્ટેમ્બરના રોજ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ કર્ણાટકના બેલગામથી લોકસભાના સભ્ય હતા. આવતીકાલે દિલ્હી ખાતે તેમના અંતિમ સંસ્કાર થશે.

કોરોના પોઝીટીવ હોવાની જાણ થયા બાદ અંગડીએ ટ્વીટ કર્યું હતું કે, ' મારો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. મારી સ્થિતિ બરાબર છે. ડોકટરોની સલાહ માની રહ્યો છું. ભૂતકાળમાં જે લોકોની સાથે હું સંપર્કમાં આવ્યો હતો તેઓને અનુરોધ કરું છું કે તેઓ પોતાના સ્વાસ્થ્યની સંભાળ રાખે. જો કોઈ લક્ષણો જોવા મળે તો તેનું પરીક્ષણ કરાવો.

સુરેશ અંગડી કોરોનાથી મૃત્યુ પામેલા મોદી સરકારના પહેલા પ્રધાન છે. તે મંત્રીમંડળના પ્રથમ સભ્ય છે જેમનું કોરોનાથી અવસાન થયું છે. સુરેશ અંગડી કર્ણાટકના બેલગામ મત વિસ્તારમાંથી ચાર વખતના લોકસભા સાંસદ રહી ચૂક્યા છે. તેઓ 2004, 2014 અને 2019 માં ચૂંટાયા હતા. બેલાગવીના કોપ્પા ગામમાં જન્મેલા સુરેશ અંગડીએ જિલ્લાની રાજા લખમગૌડા લો કોલેજમાંથી લો ની ડિગ્રી મેળવી હતી.

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી સુરેશ અંગડીના નિધન અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું કે, સુરેશ અંગડી એક અસાધારણ કાર્યકર હતા, જેમણે કર્ણાટકમાં પાર્ટીને મજબૂત બનાવવા માટે સખત મહેનત કરી. તેઓ સમર્પિત સંસદ સભ્ય અને પ્રભાવશાળી પ્રધાન હતા.


Related News

Loading...
Advertisement