માસ્કને રોજિંદા જીવનનો ભાગ નહીં બનાવીએ ત્યાં સુધી ઇચ્છિત પરિણામો નહીં મળે : મોદી

24 September 2020 01:10 AM
India
  • માસ્કને રોજિંદા જીવનનો ભાગ નહીં બનાવીએ ત્યાં સુધી ઇચ્છિત પરિણામો નહીં મળે : મોદી

પીએમએ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, તામિલનાડુ, દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ અને આરોગ્ય પ્રધાનો સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી, કોરોના સ્થિતિની જાણકરી મેળવી

દિલ્હીઃ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બુધવારે કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત સાત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને આરોગ્ય પ્રધાનો સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. બેઠકમાં તેમણે આ રાજ્યોમાં કોવિડ -19 અંગેની વ્યૂહરચના અને સંચાલન વિશે જાણકારી મેળવી હતી. બેઠકમાં મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ અને આરોગ્ય પ્રધાનો જોડાયા હતા.

સંયમ, સંવેદના અને સંવાદનું પ્રદર્શન આપણે જાળવી રાખવું પડશે

પીએમ મોદીએ કહ્યું કે કોરોના યુગમાં દેશએ જે સંયમ, સંવેદના અને સંવાદનું પ્રદર્શન કર્યું છે, તે આપણે જાળવી રાખવું પડશે. સંક્રમણ સામેની લડતની સાથે, આર્થિક મોરચે સંપૂર્ણ તાકાત સાથે આગળ વધવું પડશે. તેમણે કહ્યું કે માસ્ક પહેરવાની આદત બનાવવી મુશ્કેલ છે, પરંતુ જ્યાં સુધી આપણે તેને આપણા રોજિંદા જીવનનો ભાગ નહીં બનાવીએ ત્યાં સુધી ઇચ્છિત પરિણામો મળશે નહીં.

દરરોજ એક જિલ્લાના એકથી બે બ્લોકના લોકો સાથે સીધી વાત કરો, મુખ્યમંત્રીઓને મોદીનું સૂચન

બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, 'દેશમાં 700 થી વધુ જિલ્લાઓ છે, પરંતુ સાત રાજ્યોમાં માત્ર 60 જિલ્લા ચિંતાનો વિષય છે. હું મુખ્યમંત્રીઓને સૂચન કરું છું કે સાત દિવસનું શેડ્યૂલ બનાવો અને દરરોજ એક કલાક આપો. વર્ચ્યુઅલ રીતે દરરોજ એક જિલ્લાના એકથી બે બ્લોકના લોકો સાથે સીધી વાત કરો. આપણે શ્રેષ્ઠ રીતો શીખવાની જરૂર છે.

પ્રધાનમંત્રીએ અસરકારક મેસેજિંગ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે કોવિડ -19 ના મોટાભાગના કિસ્સાઓ લક્ષણો વિનાના જ આવી રહ્યા છે, તેથી અસરકારક મેસેજિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી પરિસ્થિતિઓમાં અફવાઓ ફેલાઈ શકે છે. આ પરીક્ષણ વિશે લોકોના મનમાં શંકા પેદા કરી શકે છે. કેટલાક લોકો સંક્રમણની ગંભીરતાને ઓછી આંકવાની ભૂલ પણ કરે છે.

વડાપ્રધાન મોદીએ બેઠકમાં કહ્યું હતું કે, છેલ્લા મહિનાઓમાં કોરોના સારવારથી સંબંધિત સુવિધાઓ વિકસિત થઈ છે, કોરોના સામે લડવામાં ઘણી મદદ મળી રહી છે. તેમણે કહ્યું કે હવે આપણે કોરોનાથી સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવું છે, જે આપણું નેટવર્ક આરોગ્ય, ટ્રેકિંગ-ટ્રેસીંગ સાથે જોડાયેલ છે, તેમને વધુ સારી તાલીમ પણ આપવાની છે.


Related News

Loading...
Advertisement