દિલ્હીના કોરોનાગ્રસ્ત ઉપમુખ્યમંત્રી સિસોદિયાની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા

24 September 2020 01:08 AM
India
  • દિલ્હીના કોરોનાગ્રસ્ત ઉપમુખ્યમંત્રી સિસોદિયાની
તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા

સિસોદીયા 14 સપ્ટેમ્બરે કોરોના સંક્રમિત થયા, ગઈકાલે તાવ અને ઓક્સિજન લેવલની ફરિયાદ બાદ દિલ્હીની લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં ખસેડાયા

દિલ્હી, તા.24
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને આજે બુધવારે તાવ અને ઓક્સિજનના લેવલની ફરિયાદ બાદ દિલ્હીની લોક નાયક જયપ્રકાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી કાર્યાલયએ ટ્વિટ કરીને તેના વિશે માહિતી આપી છે.

સિસોદીયા 14 સપ્ટેમ્બરે કોરોના સંક્રમિત થયા હતા. ત્યારે સિસોદિયાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, 'હું સેલ્ફ ક્વોરન્ટાઇન થઈ ગયો છું. અત્યારે મને તાવ કે અન્ય કોઈ સમસ્યા નથી. હું ઠીક છું. તમારા લોકોના આશીર્વાદથી, હું જલ્દી સ્વસ્થ થઈશ અને કામ પર પરત ફરીશ.

દરમિયાન દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 56 લાખ 50 હજાર 540 થઈ ગઈ છે. બીજી તરફ, સારા સમાચાર એ છે કે છેલ્લાં પાંચ દિવસથી નવા દર્દી સામે સ્વસ્થ થતા દર્દીની સંખ્યા વધુ છે. મંગળવારે 80 હજાર 321 નવા દર્દીઓ મળી આવ્યા હતા, જ્યારે 87 હજાર 7 લોકો સાજા થયા હતા.


Related News

Loading...
Advertisement