કોરોના સામે લડવાના ગુજરાતના દાવા ખોખલા: બેડની પર્યાપ્તાની દ્દષ્ટિએ દેશમાં છેક 14મો નંબર

23 September 2020 06:26 PM
Ahmedabad Gujarat
  • કોરોના સામે લડવાના ગુજરાતના દાવા ખોખલા: બેડની પર્યાપ્તાની દ્દષ્ટિએ દેશમાં છેક 14મો નંબર

1 લાખની વસ્તીએ 118 બેડની રાષ્ટ્રીય સરેરાશ સામે રાજયમાં માત્ર 75 પથારી

અમદાવાદ તા.23
કોવિડ 19ના કેસોની વધતી સંખ્યા સામે ઈન્ફ્રાસ્ટ્રકચરની દ્દષ્ટિએ ગુજરાત કેટલું તૈયાર છે? ભારતમાં કોવિડ 19 ફેસીલીટી બાબતે રાજયસભામાં રજુ કરાયેલા ડેટા મુજબ ગુજરાતમાં દર એક લાખની વસ્તીદીઠ 0.75 બેડ અથવા 1 લાખની વસ્તીદીઠ 75 બેડ છે.
18 સપ્ટેમ્બરની સ્થિતિ દર્શાવતા ડેટા સૂચવે છે કે 1000ની વસ્તીદીઠ 1.18 બેડ અથવા એક લાખની વસ્તીએ 118 બેડની ઉપલબ્ધી સામે ગુજરાતમાં ઓછી પથારીઓ છે. ભારતના રાજયો વચ્ચે ગુજરાતનો ક્રમ 14મો અને 1000ની વસ્તીદીઠ બેડની પ્રાપ્યતા સામે 23મો નંબર છે.
ગુજરાતમાં સપ્ટેમ્બરના પ્રથમ 22 દિવસમાં સરેરાશ દરરોજ 1351 કેસો નોંધાયા હતા. એ સામે સરેરાશ ડિસ્ચાર્જ રેટ 1301નો છે. ઓગષ્ટમાં આ આંકડો અનુક્રમે 1129 અને 1060 અને જુલાઈમાં 929 અને 685 હતો.
ઓગષ્ટ કરતાં સપ્ટેમ્બરમાં સરેરાશ દૈનિક કેસો 20% વધુ છે, જયારે સરેરાશ દૈનિક ડિસ્ચાર્જ રેટ 22% વધુ છે.


Related News

Loading...
Advertisement