નારકોટીકના ગૂનામાં દુકાનદારને જામીન મુકત કરતી અદાલત

23 September 2020 05:58 PM
Rajkot Saurashtra
  • નારકોટીકના ગૂનામાં દુકાનદારને જામીન મુકત કરતી અદાલત

પાનની દુકાનમાં તરંગ વીજયાવટી આયુર્વેદીક ઔષધી નામની પડીકીમાં માદક પદાર્થ વેચતા ઝડપાયો’તો

રાજકોટ તા. ર3
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર બે મહીના પહેલા આરોપી આનંદ પ્રભાતભાઇ ચાવડા (રહે. ધર્મરાજ સોસાયટી) પોતાની દુકાન રવરાય પાન એન્ડ કોલ્ડ્રીંકની દુકાનમાં પાસ પરમીટ વગર તરંગ વીજયાવટી આયુર્વેદીક ઔષધી નામની શીલ પેક પડીકીમાં માદક પદાર્થવાળી પડીકી ગેરકાયદેસર વેચાણ કરતા પકડી અને ડીપીએસ હેઠળ ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતા.

આરોપી આનંદ ચાવડાએ પોતાના વકીલ મારફતે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જામીન અરજી ચાલી જતા બંને પક્ષની દલીલો અને રજુઆતો ધ્યાને લઇ સેશન્સ જજ દેસાઇએ આરોપીને 1પ હજારના જામીન પર મુકત કરતો આદેશ કર્યો હતો.

આ કેસમાં આરોપી આનંદ ચાવડા તરફે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, વિજય પટેલ, કલ્પેશ નસીત, કમલેશ ઉધરેજા, જીજ્ઞેશ વિરાણી, અમૃતા ભારદ્વાજ, અંશ ભારદ્વાજ, નીલ શુકલ, નૈમિષ જોષી, ચેતન પુરોહીત અને શ્રેયસ શુકલા રોકાયા હતા.


Related News

Loading...
Advertisement