વિદેશી દારૂના ગૂનામાં આરોપીની આગોતરા જામીન અરજી રદ

23 September 2020 05:57 PM
Rajkot Saurashtra
  • વિદેશી દારૂના ગૂનામાં  આરોપીની આગોતરા  જામીન અરજી રદ

રાજકોટ તા. ર3 : શહેરના કોઠારીયા ગામ નજીક વંડામાંથી બોલેરો વાહનમાંથી પકડાયેલા દારૂ પ્રકરણમાં ધરપકડની દહેશતથી કરેલી આગોતરા જામીન અરજી અદાલતે નામંજુર કરેલ છે.

વધુ વિગત મુજબ શહેરના કોઠારીયા રોડ નજીક વંડામાંથી 900 બોટલ વિદેશીના ગુનામાં ચોટીલા તાલુકાના પીપળીયા ગામે રહેતો ભાણજી લાલજી મેરનું નામ ખુલતા પોલીસ ધરપકડની દહેશતથી કરેલી આગોતરા જામીન અરજીમાં બંને પક્ષોની રજુઆત બાદ સરકાર પક્ષે એપીપી સમીર ખીરાની લેખિત-મૌખિક દલીલ ધ્યાને લઇ અધિક સેશન્સ જજ કે.ડી. દવે એ ભાણજી લાલજી મેરની જામીન અરજી ફગાવી દીધી છે.


Related News

Loading...
Advertisement