સુરત-ભરૂચ પંથકમાં બપોરથી ભારે વરસાદ: અંકલેશ્વરમાં બે કલાકમાં પાંચ ઈંચ ખાબકયો

23 September 2020 05:57 PM
Surat Gujarat
  • સુરત-ભરૂચ પંથકમાં બપોરથી ભારે વરસાદ: અંકલેશ્વરમાં બે કલાકમાં પાંચ ઈંચ ખાબકયો

ભરૂચ, નેત્રંગ, વાલીયા, બારડોલી, ઝઘડીયામાં 1.50 થી 3 ઈંચ વરસાદ

રાજકોટ તા.23
મુંબઈને મેઘરાજાએ વધુ એક વખત ધમરોળ્યા બાદ આજે બપોરથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ખાબકયો હતો. ભરૂચના અંકલેશ્વરમાં તોફાની પાંચ ઈંચ વરસાદને પગલે નીચાણવાળા ભાગો જળબંબાકાર બન્યા હતા. ભરૂચમાં પણ 2.50 ઈંચ વરસાદથી ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ સિવાય નેત્રંગ, વાલીયા, ઝઘડીયા, બારડોલી જેવા ભાગોમાં 1.50 થી 3 ઈંચ વરસાદ પડયો હતો..


Related News

Loading...
Advertisement