અતિવૃષ્ટિના અસરગ્રસ્ત નાના ખેડૂતને પણ રૂા.5000 તો મળશે જ: આર.સી.ફળદુ

23 September 2020 05:51 PM
Rajkot Saurashtra
  • અતિવૃષ્ટિના અસરગ્રસ્ત નાના ખેડૂતને પણ રૂા.5000 તો મળશે જ: આર.સી.ફળદુ

રાજકોટ: ગુજરાતમાં અતિવૃષ્ટિમાં ખેડુતોને સહાય માટે જાહેર કરાયેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં અસરગ્રસ્ત નાના ખેડુત જેની પાસે અડધો ‘વિઘો’ જમીન હોય તો પણ ઓછામાં ઓછા રૂા.5000 મળશે તેવી ખાતરી કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુએ આપી હતી.

ફળદુએ આજે જાહેર કર્યુ હતું કે રાજયમાં 35થી40% પાકને નુકશાન થયું છે. ખેડુતો ચિંતા ન કરે. સરકારે ડિઝાસ્ટર નિયમ મુજબ પ્રતિ એકટ રૂા.6800 મળે તેના બદલે રૂા.10000 મળશે તેવી જોગવાઈ કરી છે અને રૂા.20000ની મર્યાદામાં સહાય મળશે. આ નીતિ સામે પ્રશ્ર્નો ઉઠાવતા વિપક્ષને આડે હાથે લેતા ફળદુએ કહ્યું કે કોંગ્રેસ પક્ષ ખેડુતોને ‘ઉલ્લુ’ બનાવે છે. હજુ પણ આ યોજનામાં રહી ગયેલા ખેડુતોનો સર્વે થશે. આ માટે 1 ઓકટો.ની અરજી કરવાની રહેશે.


Related News

Loading...
Advertisement