રીધ્ધી સીધ્ધી સોસાયટીનાં વૃધ્ધે બિમારીથી કંટાળી એસીડ પીધુ : મોત

23 September 2020 05:50 PM
Rajkot Saurashtra
  • રીધ્ધી સીધ્ધી સોસાયટીનાં વૃધ્ધે બિમારીથી કંટાળી એસીડ પીધુ : મોત

વૃધ્ધ ટીબીની બિમારીથી કંટાળી જતાં પગલુ ભરી લીધુ : પરિવારમાં શોક

રાજકોટ તા. ર3 :ગોંડલ રોડ ચોકડી પાસે રીધ્ધી-સીધ્ધી સોસાયટીમાં રહેતા બાવાજી વૃધ્ધે બિમારીથી કંટાળી એસીડ ગટગટાવી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગોંડલ રોડ રીધ્ધી સીધ્ધી સોસાયટીમાં રહેતા દિલીપભાઇ કિશોરભાઇ દુધરેજીયા (બાવાજી) (ઉ.વ. 61) નામના વૃધ્ધાએ ટીબીની બીમારીથી કંટાળી એસીડ ગટગટાવી લેતાં તેમને સિવિલમાં ખસેડવામાં આવતાં સારવારમાં મોત નીપજયુ હતુ.

તેમને બે પુત્રો અને પોતે ચાર ભાઇ ચાર બહેનના ત્રીજા અને હાલ નિવૃત જીવન ગાળતા હતા. આ અંગે આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.


Related News

Loading...
Advertisement