કેવી રીતે જાણશો કોરોના, શરદી અને ફ્લુ વચ્ચે અંતર

23 September 2020 05:17 PM
India
  • કેવી રીતે જાણશો કોરોના, શરદી અને ફ્લુ વચ્ચે અંતર

આ ત્રણેય રોગો એવાં છે, જેના લક્ષણો મોટેભાગે સમાન છે: શિયાળાની ઋતુ હવે નજીક આવવામાં છે ત્યારે લોકો શરદી-ઉધરસ કે ફ્લુની ઝપટમાં આવે ત્યારે કોરોના અને આ રોગો વચ્ચેનું અંતર જાણવું જરૂરી છે

નવી દિલ્હી : કોરોના વાઈરસના મોટા ભાગના લક્ષણ સાધારણ શરદી, ઉધરસ અને ફ્લુ જેવા હોય છે, જ્યારે દેશમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે શિયાળાની ઋતુ નજીક આવી રહી હોવાથી લોકો ફ્લુ અને શરદીની ઝપટમાં આવી રહ્યા છે, આ સંજોગોમાં એ જાણવું જરુરી છે કે ક્યા લક્ષણો કોરોના વાઈરસનો સંકેત આપે છે અને ક્યા લક્ષણો જોવા મળે તો ગભરાવાની જરુર નથી.

કોરોના વાઈરસ, ઠંડી લાગવી, ફ્લુ વચ્ચેના અંતરની વિગત મેળવીએ.
કોરોના વાઈરસ : શરીરનું તાપમાન 100 ડિગ્રી કે તેનાથી વધુ હોવું સામાન્ય વાત છે.સતત સૂકી ઉધરસ આવી શકે છે. અને સ્વાદ અને ગંધને નથી અનુભવાતી.

ક્યારેક થાક, માથામાં દર્દ, શ્વાસ લેવામાં તકલીફનો અનુભવ થાય છે.
ઠંડી લાગવી : આનું સૌથી સામાન્ય લક્ષણ છીંક વહેતું નાક, ગળામાં ખરાસ આવવી છે. દર્દીને હળવી ઉધરસ પણ થઇ શકે છે. અને તે ક્યારેક ક્યારેક થાક અનુભવે છે પણ તાવ કે માથાનો દુ:ખાવો, દુર્લભ લક્ષણ છે. સદીમાંદસ્ત કે ડાયેરિયા નથી થતા.

ફલુ સંક્રમણ : સામાન્ય રીતે દર્દીને તાવ, થાક, સૂકી ઉધરસ, શરીર અને માથામાં દુ:ખાવો થાય છે. ક્યારેક ક્યારેક વહેતું કે બંધ નાક અને ગળામાં ખરાસ લાગે છે, જો કે તેનાથી છીક આવવાકે શ્વાસ લેવામાં તકલીફ જેવી પરેશાની નથી થતી ફલુથી બાળકોને ડાયેરિયા થઇ જાય છે.

શરદી, ઉધરસને વાઈરસ સમજી લોકો નિરાશામાં : અમેરિકન સાયક્લોજિકલ એસોસિએશન પોતાના સંશોધનમાં જાણ્યું કે ચોમાસાની ઋતુમાં લોકોમાં ખાસ પ્રકારનો ગભરાટ અને નિરાશા જોવા મળે છે. ઋતુ બદલવાથી શરીરમાં ફેરફાર, શરદી, ફલુને લોકો કોરોનાના લક્ષણ સમજીને ગભરાય છે.

સ્વસ્થતા જ સરળ અને અસરકારક ઉપાય : ઠંડી, ફલુથી લઇને કોરોના માટે હાથોની સ્વસ્થતા અને મોં ઢાંકીને છીંક ખાવા જેવા બચાવ અસરકારક છે. જો દર્દીને કોરોના જેવા લક્ષણો અનુભવાય તો તે ખુદને આઈસોલેટ કરી તપાસ કરાવે.


Related News

Loading...
Advertisement